Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

 મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્‍ટ્ર. સૌરાષ્‍ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્‍યારે મોરબીમાં યોજાયેલા લોક સાહિત્‍યકાર રાજભા ગઢવીના ડાયરામાં પણ લોકોએ રૂપિયા અને ડોલરની નોટોનો વરસાદ વરસાવ્‍યો હતો. બોયઝ હાઈસ્‍કૂલના મેદાનમાં સામતભાઈ જારીયાના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાય જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં ગઈકાલે રાજભા ગઢવીના ડાયરામાં કંઈક અલગ જ દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. સામાન્‍ય રીતે કલાકાર પર લોકો રૂપિયા ઉડાડતા જોવા મળતાં હોય છે. પરંતુ અહીંયા રાજભા ગઢવી પર લોકોએ રૂપિયા સાથે ડોલરનો વરસાદ કર્યો હતો. મોટેરાઓથી લઈને નાના બાળકે પણ રાજભા ગઢવી ચલણી નોટોનો વરસાદ વરસાવતા અનેરો માહોલ સર્જાયો હતો.

(10:52 am IST)