Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી

કેરીની આવક ૩,૫૫૬ ક્વિન્ટલ નોંધાઈ :હાલમાં માર્કેટિંગ યાર્ડના ભાવ પ્રમાણે એક બોક્સ કેરીના ૧,૫૦૦થી ૨,૦૦૦ રૃપિયા સુધીના ભાવ નોંધાઈ રહ્યા છે

જૂનાગઢ, તા.૨૦  :ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરીસિંહ બંને સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. હાલમાં કેરીની સીઝન ચાલી રહી છે, ત્યારે કેસર કેરીના સ્વાદ રસીકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલ પાપડ બન્યા છે. હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે, જેથી ૨ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધીમાં કેરીની આવક ૩,૫૫૬ ક્વિન્ટલ નોંધાઈ હતી. કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક ૧૮ એપ્રિલના રોજ ૧,૮૮૩ ક્વિન્ટલની આવક નોંધાઈ હતી, ત્યારે કેરીનો પ્રતિ મણનો ભાવ ૨,૬૦૦ રૃપિયા નોંધાયો હતો. કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક ૧૦૦થી ૫૦૦ ક્વિન્ટલ તેની પહેલાં નોંધાતી હતી. પરંતુ ૧૮ એપ્રિલે કેરીનો ૧,૮૮૩ ક્વિન્ટલ નોંધાઈ હતી. આ સાથે ૯ એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો. ૯ એપ્રિલે એક ક્વિન્ટલ કેરીના ૪,૦૦૦ રૃપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ સાથે ૮ એપ્રિલે ૩,૬૦૦ રૃપિયા અને ૧૨ એપ્રિલે ૩,૮૦૦ રૃપિયા ભાવ નોંધાયા હતા.

(9:09 pm IST)