Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

લોધીકાઃ જૂની મેંગણી ગામે હઝરત પેથાપીર દાદાનો ઉર્ષ મુબારક કાલે ઉજવાશે

  (સલીમ વલોરા દ્વારા) લોધીકા તા.૨૩: જૂની મેંગણી મુકામે આવેલ મશહૂર ઓલિયા એ કીરામ હઝરત પેથાપીર દાદા નો ૫૬ મો ઉર્ષ  મુબારક શાનો સોકતની સાથે ઉજવવામાં આવશે તારીખ ૨૪ ને બુધવારના રોજ ઉર્સ મુબારક નું આયોજન કરવામાં આવેલ છે જેમાં તા.૨૪ ના વહેલી સવારે ચાર કલાકે મજાર શરીફ ના  ગુશલ મુબારક નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે સંદલ મુબારક તા.૨૪ ના સાંજે ત્રણ કલાકે મુજાવર નાદીર મિયા બાપુના ઘરેથી નીકળી દરગાહ શરીફ પહોંચશે અને ત્‍યારબાદ સંદલ ચડાવવામાં આવશે મગરીબ ની નમાજ બાદ આમન્‍યાજનું ખાણું તકશીમ કરવામાં આવશે રાત્રે ૯:૦૦ કલાકે ઈશાની નમાજ બાદ મિલાદ સરીફ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેમાં જુની મેંગણી ના ખતીબો ઇમામ મૌલાના કારી નૂર મોહમ્‍મદ તકરીર ફરમાવશે ત્‍યારબાદ રાત્રે મુંબઈના મશહૂર કવાલ સીરાજ ચિસ્‍તી નો કવાલી નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે આ ઉર્સ મુબારક માં હાજરી આપવા ઉર્ષ કમિટી તેમજ પ્રમુખ આરીફભાઈ સપાએ અપીલ કરેલ છે

(11:19 am IST)