Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

કાલથી કેસરીયા પરિવાર દ્વારા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણ

વ્‍યાસાસને ઘુઘરાળાવાળા શાષાીજી દિપકભાઇ મહેતાઃ ર૬ મીએ શ્રીનાથજીની ઝાંખીઃ વિવિધ પ્રસંગો ઉજવાશે

સ્‍વ. ભાવનાબેન  રમેશભાઇ કેસરીયા  કથાકાર શાષાી દિપકભાઇ મહેતા ઘુઘરાળા

રાજકોટ તા. ર૩ :.. રાજકોટમાં કેસરીયા પરિવાર દ્વારા કાલે તા. ર૪ ને બુધવારથી તા. ૩૦ ને મંગળવાર સુધી શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ પારાયણનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ઇષ્‍ટદેવ પૂ. જલારામબાપા તથા કુળદેવી શ્રી મોમાઇ માતાજી, શ્રી ખોડીયાર માતાજી અને સુરાપુરાદાદાના આર્શિવાદથી આયોજીત આ ભાગવત કથા નંદકિશોર હોલ, ૮ ગાયકવાડી પ્‍લોટ, રેલ્‍વે ગાર્ડ રૂમની સામે, જંકશન રેલ્‍વે સ્‍ટેશનથી નજીક, ગુરૂનાનક હોલની બાજુની શેરીમાં યોજાશે.

સ્‍વ. ગોરધનદાસ દેવજીભાઇ કેસરીયા પરિવાર આયોજીત ભાગવત કથાના વ્‍યાસાસને ઘુઘરાળા નિવાસી શાષાી શ્રી દિપકભાઇ પ્રભાશંકરભાઇ મહેતા બીરાજીને સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.

તા. ર૪ ને બુધવારે બપોરે ર.૩૦ વાગ્‍યે પોથીયાત્રા આંબલીયા હનુમાન ચોક, જંકશન પ્‍લોટ મેઇન રોડથી પોથીયાત્રા પ્રસ્‍થાન થઇ ને નંદકિશોર હોલ ખાતે વિરામ લેશે.

દરરોજ બપોરે ૩ થી ૭ વાગ્‍યા સુધી કથાનું રસપાન થશે. માત્ર તા. ર૬ ને શુક્રવારે સવારે ૧૦ થી ૧ દરમિયાન કથાનું રસપાન શાષાીજી કરાવશે.

તા. ર૬ ને શુક્રવારે બપોરે ૧ વાગ્‍યે નૃસિંહ પ્રાગટય, સાંજે ૬ વાગ્‍યે શ્રીનાથજીની ઝાંખીનો કાર્યક્રમ યોજાયો છે. તા. ર૭ ને શનિવારે સાંજે ૪ વાગ્‍યે વામન પ્રાગટય, ૬ વાગ્‍યે શ્રીરામ જન્‍મ, ૬-૩૦ વાગ્‍યે શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ તથા તા. ર૮ ને રવિવારે સાંજે ૭ વાગ્‍યે શ્રી ગોવર્ધન લીલા, તા. ર૯ ને સોમવારે સાંજે ૬ વાગ્‍યે રૂક્ષ્મણી વિવાહ, ભગવાનના વિવાહ, પ્રભુનો વરઘોડો યોજાશે.

સ્‍વ. ભાવનાબેન રમેશભાઇ કેસરીયા તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજીત આ કથામાં તા. ૩૦ ને મંગળવારે સાંજે ૮ વાગ્‍યે મહાપ્રસાદ યોજાશે.

ભાગવત કથાનું સ્‍વ. ગોરધનદાસ દેવજીભાઇ કેસરીયા, સ્‍વ. દયાબેન ગોરધનભાઇ કેસરીયા, સ્‍વ. હેમકુંવરબેન ગોરધનદાસ કેસરીયા, સ્‍વ. લક્ષ્મીદાસ ગોરધનભાઇ કેસરીયા, સ્‍વ. સરોજબેન કેસરીયા, સ્‍વ. ભાવનાબેન કેસરીયા, સ્‍વ. ધનસુખભાઇ ગોરધનદાસ કેસરીયા, સહિત સર્વે પિતૃઓના મોક્ષાર્થે આયોજન કરાયુ છે.

સફળ બનાવવા રમેશભાઇ ગોરધનદાસ કેસરીયા, રાહુલભાઇ રમેશભાઇ કેસરીયા, જયભાઇ રમેશભાઇ કેસરીયા, અ. સૌ. ભારતીબેન  લલીતભાઇ ગોરધનદાસ કેસરીયા, ગં. સ્‍વ. શારદાબેન, અ. સૌ. મનીષાબેન, વિજયભાઇ ગોરધનદાસ કેસરીયા, અ. સૌ. હંસાબેન, અશ્વિનભાઇ ગોરધનદાસ કેસરીયા, અ. સૌ. કાજલબેન, સંદિપકુમાર ચંદ્રકાંતભાઇ પોપટ, અ. સૌ. નિરાલીબેન, રાહુલભાઇ રમેશભાઇ કેસરીયા, અ. સૌ. જાનકીબેન, જયભાઇ રમેશભાઇ કેસરીયા, અ. સૌ. ક્રિનાબેન પ્રદિપકુમાર કનન, અ. સૌ. ઇશાબેન તક્ષકુમાર ઠાકર, વંશીકા, હેન્‍સી, હર્ષ, રોમીત, હિતાર્થ, પ્રિશા, આરોહી, વ્‍યોમ, પલ, ઇશા, દર્શ, દર્શી, બેબીઝોન (ઘી કાંટા રોડ, રાજકોટ, જલારામ એજન્‍સી, (દાણાપીઠ -રાજકોટ), ફેમસ ડ્રાયફ્રુટ (બોમ્‍બે), વિનસ હોલી-ડે, (જવાહર રોડ-રાજકોટ) તથા કેસરીયા પરિવાર જહેમત ઉઠાવે છે.

વધુ વિગત માટે મો. ૮૮૬૬ર ૯પ૯પ૮, અથવા મો. ૯૬ર૪૮ પ૩૪પ૩ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:25 am IST)