Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ગૃહમંત્રી અચાનક સુરેન્‍દ્રનગરમાં ક્ષત્રિય આગેવાનો સાથે બંધબારણે ચર્ચા કરી

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. ર૩ : રાજ્‍યના ગળહમંત્રી હર્ષ સંઘવી સુરેન્‍દ્રનગરની અચાનક મુલાકાતે પહોંચ્‍યા હતા. અને ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા નેતાઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું. ક્ષત્રિય સમાજના આગેવાનોમાં ધારાસભ્‍ય કિરીટસિંહ રાણા, જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્‍દ્રસિંહ ચૌહાણ આઇ.કે.જાડેજા સહિત જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બંધ બારણે ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

જેમાં સુરેન્‍દ્રનગર જિલ્લાના ધારાસભ્‍યો તેમજ સંગઠનના હોદ્દેદારો જેમાં દસાડા-લખતરના ધારાસભ્‍ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્‍ય પ્રકાશભાઈ વરમોરા, વિરમગામના ધારાસભ્‍ય હાર્દિકભાઇ પટેલ પણ ખાસ હાજર રહ્યાં હતા.

પ્રદેશ મહામંત્રી રત્‍નાકરજી, પ્રદેશ સંગઠનમાં પ્રદેશના ઉપાધ્‍યક્ષ વર્ષાબેન દોશી, જયંતિ કવાડિયા સહિતના હોદેદારો પણ બેઠકમાં ખાસ હાજર રહ્યાં હતા.જેમાં સુરેન્‍દ્રનગર પ્રેસિડેન્‍ટ હોટલમાં બંધ બારણે બેઠક યોજી અને ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સુરેન્‍દ્રનગર લોકસભા સીટના ભાજપના ઉમેદવાર ચંદુ શિહોરાને પણ બેઠકમાં હાજર રાખવામાં આવ્‍યા હતા.

 સુરેન્‍દ્રનગર લોકસભામાં રૂપાલાના વિવાદને લઇ ક્ષત્રીય સમાજના ઠેર ઠેર વિરોધ પ્રદર્શનથી ગરમાવો હોઇ ગળહમંત્રી,પ્રદેશ સંગઠન મહામંત્રીએ સાંસંદ,ધારાસભ્‍યો, સંગઠન અને ક્ષત્રીય નેતાઓ સાથે બેઠક કરી ભાજપના કાર્યક્રમોમાં અને ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડે તેમ હોય મંત્રી રૂપાલા દ્વારા ક્ષત્રીય સમાજની મહિલાઓ ઉપર ટીપ્‍પણી કર્યા બાદ રાજ્‍યભરમાં રૂપાલાનો વિરોધ કરી ટિકિટ રદ્‌ કરવાની માંગ ક્ષત્રિય સમાજ દ્વારા કરાઇ રહી હતી. સુરેન્‍દ્રનગર લોકસભા વિસ્‍તારમાં ક્ષત્રીય સમાજનું ખાસ્‍સુ પ્રભુત્‍વ હોવાના કારણે ઠેરઠેર ભાજપના કાર્યક્રમોમાં અને ભાજપના ઉમેદવારને વિરોધનો સામનો કરવો પડે છે.અનેક ગામડાઓમાં ભાજપ નેતાઓને પ્રવેશબંધીના બેનરો પણ લગાવી દેવાયા છે.આમ સુરેન્‍દ્રનગર લોકસભા સીટ ક્ષત્રિય સમાજની નારાજગી બાદ ભાજપ માટે જોખમમાં આવી જતા ડેમેજ કંન્‍ટ્રોલ કરવા માટે રાજ્‍યના ગળહમંત્રી હર્ષભાઇ સંઘવી,પ્રદેશ ભાજપના મહામંત્રી રત્‍નાકરજી તાત્‍કાલીક સુરેન્‍દ્રનગર દોડી આવ્‍યા હતા.આ બંન્ને નેતાઓએ શહેરની ખાનગી હોટલમાં જિલ્લાના ધારાસભ્‍યો, સાંસદ, સંગઠનના પ્રમુખ અને ક્ષત્રિય સમાજના નેતાઓ સાથે બંધ બારણે બેઠક યોજી હતી.ત્‍યારે હવે સુરેન્‍દ્રનગર લોકસભા વિસ્‍તારમાં કેવી રીતે ડેમેજ કન્‍ટ્રોલ કરે છે એની સામે સૌની નજર મંડાયેલી છે ગળહમંત્રી અને સંગઠન મહામંત્રી એકાએક સુરેન્‍દ્રનગર દોડી આવતા ક્ષત્રીય સમાજના યુવાનો વિરોધ કરવા માટે હોટલ બહાર પહોચી ગયા હતા પરંતુ ડીવાયએસપી વી.બી.જાડેજા ક્ષત્રિય સમાજના અધિકારી હોવાના કારણે માંડ માંડ યુવાનોને સમજાવી મામલો થાળે પાડયો હતો.

(12:07 pm IST)