Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સાળંગપુર શ્રી કષ્‍ટભંજનદેવ હનુમાનજીને સુવર્ણ વાઘા-પ૦ કિલો ગુલાબનો શ્રૃંગાર

હનુમાન જયંતિ નિમિતે મોટી સંખ્‍યામાં ભાવિકોની ઉપસ્‍થિતીઃ સમુહ મારૂતિ યજ્ઞ : ભુપેન્‍દ્રભાઇ પટેલ : હનુમાન દાદાના દર્શને

રાજકોટ તા. ર૩ :.. શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રે્રરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી ગુરુ પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામી(અથાણાવાળા)ના માર્ગદર્શનથી શ્રી હનુમાન જયંતી  મહોત્‍સવ નિમિતે દાદાને સુવર્ણ વાઘા ધરાવી પર ૫૦ કિલો ગુલાબના ફુલોનો શણગાર કરવામાં આવ્‍યો. સમગ્ર મંદિરને હજારીગલ ફુલો વડે દિવ્‍ય સુશોભન કરાયું. સવારે ૫ કલાકે ગુરુ પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામી(અથાણાવાળા) દ્વારા મંગળા આરતી કરવામાં આવી હતી તથા સવારે ૭ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. સાથો સાથ દાદાનું બર્થ ડે સેલિબ્રેશન, સમૂહ મારુતિ યજ્ઞનો પ્રારંભ અનેક વિધ કાર્યક્રમનો પ્રારંભ પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) વિગેરે સંતો દ્વારા ભક્‍તો સાથે કરવામાં આવેલ હતો.આજે હનુમાન જ્‍યંતીના પર્વે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દર્શનાથેં  મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ આજે બપોરે ૧૨-૫૦ ક્‍લાકે આવી રહ્યા છે.

ભકિત ગીતોની રમઝટ

શ્રી સ્‍વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાષાી સ્‍વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્‍વામી ગુરુ પુરાણી શ્રી વિષ્‍ણુપ્રકાશદાસજી સ્‍વામી (અથાણાવાળા)ના માર્ગદર્શનથી  શ્રી હનુમાન જયંતી  મહોત્‍સવ અંતર્ગત ૨૨ એપ્રિલ એટલે કે, સોમવારના રોજ કીર્તિભાઈ સાગઠિયા દ્વારા ભક્‍તિ ગીતોની રમઝટ બોલાવવામાં આવી હતી. આ કાર્યક્રમ સંતો, યજમાનો, અને તમામ ભક્‍તો બગીચામાં બેસી ને સંગીત કાર્યક્રમ માણ્‍યો હતો.

(2:59 pm IST)