Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

તલગાજરડામાં પૂ. મોરારીબાપુની અધ્‍યક્ષતામાં હનુમાન જયંતિ મહોત્‍સવ : હનુમંત સંગીત મહોત્‍સવનો વિરામ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૩ : મહુવાના તલગાજરડા ખાતેના શ્રી ચિત્રકૂટ ધામ ખાતે આજે હનુમાન જન્‍મોત્‍સવ નિમિત્તે સવારે ૮.૩૦ કલાકે સુંદરકાંડના પાઠ હનુમાન ચાલીસા, આરતી સહિતના કાર્યક્રમો થશે. બાદમાં અહીં ૧૨ વરિષ્ઠ કલા સાધકોને વિવિધ એવોર્ડ પૂ. મોરારીબાપુ દ્વારા અર્પણ કરીને વંદના કરવામાં આવશે. બાદમાં મોરારીબાપુ નું પ્રાસંગિક ઉદબોધન રહેશે.હરિヘંદ્ર જોશીના સંચાલન આ બેનમૂન સંગીતિક ઉપક્રમ સંપન્ન થયો હતો. જયદેવભાઈ માંકડ તેમજ ચિત્રકૂટધામ પરિવાર, કૈલાસ ગુરૂકુળના છાત્રો વગેરેની સક્રિય ભૂમિકા રહી હતી.

આજે આ કલા સાધકોને એવોર્ડ અર્પણ કરીને વંદના થશે. જેમાં હનુમંત એવોર્ડ, વિદુષી પદ્મા તલવલકરને (ગાયન),, હનુમંત એવોર્ડ, પંડિત રાજેન્‍દ્ર પ્રસન્નાને (વાદ્ય સંગીત), હનુમંત એવોર્ડ, પદ્મશ્રી નલીની - પદ્મશ્રી કમલીની ને (કથક નળત્‍ય), હનુમંત એવોર્ડ, પદ્મશ્રી વિજય ઘાટેને (તાલવાદ્ય તબલા), નટરાજ એવોર્ડ, રાજેશભાઈ કુકરવાડિયાને (ભવાઈ), નટરાજ એવોર્ડ, કપિલદેવ શુક્‍લ (ગુજરાતી રંગમંચ, ભવાઈ), નટરાજ એવોર્ડ, રૂપા ગાંગુલીને (હિન્‍દી ટીવી સીરીયલ), અવિનાશ વ્‍યાસ એવોર્ડ, શ્રીમતી આરતી સૌમિલ મુનશીને (સુગમ સંગીત), સમાજસેવા માટે નો સદભાવના પુરસ્‍કાર રામ પુનીયાને, વાચસ્‍પતિ પુરસ્‍કાર, વિજય પંડ્‍યાને (સંસ્‍કળત ભાષાની સેવા માટે), ભામતી પુરસ્‍કાર, ડો. ઊર્મિ સમીર શાહને (સંસ્‍કળત), કૈલાશ લલિત કલા એવોર્ડ અને પરમાનંદ દલવાડીને (ફોટોગ્રાફી)ને અર્પણ કરાયા છે.

(12:13 pm IST)