Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

દર્દીની ફાઇલ રિક્ષા શોધીને પરત કરતી જુનાગઢ પોલીસ

જુનાગઢ તા.૨૩: અરજદાર મુકેશભાઇ લાલજીભાઇ જોટાણીયા નરેડીના વતની હોય, તબિયત ખરાબ હોય જેથી તેઓ રાયજીબાગ પાસે આવેલ અપેક્ષ હોસ્‍પીટલમાં ચેક-અપ કરાવવા માટે ગયેલ હોય મુકેશભાઇ રાયજીબાગથી જોષીપરા જવા માટે ઓટો રિક્ષામાં બેસેલ. જોષીપરા ઓટો રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે તેમની હોસ્‍પીટલની ફાઇલ ઓટો રિક્ષામાં જ ભુલાઇ ગયેલ હોય, મુકેશભાઇનું સાંજે ઓપરેશન હોય જેના તમામ રિપોર્ટ્‍સ તે ફાઇલમાં હોયર્.ં મુકેશભાઇએ તે ઓટો રિક્ષા શોધવાનો પ્રયત્‍ન કરેલ પરંતુ તેમને તે ઓટો રિક્ષા મળેલ નહિ, હવે આગળ શું કરવું?? ઓટો રિક્ષા કેવી રીતે શોધવી? ડોક્‍ટરે જણાવેલ કે મુકેશભાઇનું ઓપરેશન કરવું ખૂબ જરૂરી હોય ફાઇલ ખોવાતા ઓપરેશનમાં થઇ શકે તેમ ના હોય જેથી મુકેશભાઇ ખૂબ વ્‍યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્‍ડએન્‍ડકંટ્રોલ સેન્‍ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્‍ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.  હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્‍સ પાયલબેન વકાતર, શિલ્‍પાબેન કટારીયા, ગીરીશભાઇ કલસરીયા, એન્‍જીનીયર રિયાઝભાઇ અંસારી સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ર્ંમુકેશભાઇ જોટાણીયા જોષીપરા જે ઓટો રિક્ષામાંથી ઉતરેલ તે ઓટો રિક્ષાનો સમગ્ર રૂટ ફૂટેજની મદદથી ચેક કરતા રિક્ષાનો રજી. નં.જીજે-૧૧-યુયુ-૦૪૯૬ શોધેલ. નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્વારા ઓટો રિક્ષા ચાલકનો સંપર્ક કરી રૂબરૂ જઇ પૂછપરછ કરતા તે થેલી તેમની પાસે હોવાનું જણાવેલ. જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્‍ટાફ દ્વારા મુકેશભાઇ જોટાણીયાના હોસ્‍પીટલના અગત્‍યના રિપોર્ટસના ફાઇલની થેલી શોધી રીકવર કરી સહિ સલામત આપેલ.

(1:38 pm IST)