Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

લોકસભા ચુંટણી પૂર્વે મોરબી જીલ્લામાં મહિલા સહિતના ચાર લોકોને પાસા તળે જેલમાં પૂર્યા

મહિલા સહિતના ચાર લોકોને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ જીલ્લા જેલમાં મોકલવામાં આવ્યા

મોરબી : લોકસભા ચુંટણી પૂર્વે મોરબી જીલ્લામાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ મહિલા સહિતના ચાર લોકોને પાસા તળે ડીટેઈન કરી અલગ અલગ જીલ્લા જેલમાં મોકલવામાં આવ્યા છે

લોકસભા સામાન્ય ચુંટણી યોજાનાર છે ત્યારે ચુંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તેવા હેતુથી મોરબી એલસીબી ટીમ અને પોલીસ મથકના થાણા અધિકારીઓએ પ્રોહીબીશનની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક અટકાયતી પગલા લેવા સુચના મળતા એલસીબી તેમજ મોરબી એ ડીવીઝન પોલીસ, તાલુકા પોલીસ અને માળિયા પોલીસ ટીમોએ પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમ વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીને મોકલતા પાસા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યા હતા

જેથી પોલીસ ટીમોએ પ્રોહીબીશન ગુનામાં સંડોવાયેલ લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશ નિમાવત (ઉ.વ.૩૩) રહે જુના નાગડાવાસ તા. મોરબી વાળાને ભાવનગર જેલ, અશ્વિન રાઘવજી રાઠોડ (ઉ.વ.૨૨) રહે જુના નાગડાવાસ તા. મોરબી વાળાને જુનાગઢ જેલ, સાગર ઉર્ફે ઠુંઠો રામૈયાભાઈ સવસેટા (ઉ.વ.૨૮) રહે વવાણીયા તા. માળિયા વાળાને જામનગર જેલ અને રેખાબેન લલીતભાઈ દેવજીભાઈ વઘોરા (ઉ.વ.૩૫) રહે મોરબી વાવડી રોડ વાળાને વડોદરા જેલ હવાલે કર્યા છે

 

 

(8:47 pm IST)