Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

નવી હળીયાદ ખાતે લીંબાણી પરિવાર દ્વારા દાડમાદાદાની જગ્યામા કાલમીથી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનો શુભારંભ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :લીંબાણી પરિવારના ઇષ્ટદેવ શ્રી દાડમા દાદાની જગ્યા નવી હળીયાદ તા. બગસરા ખાતે આગામી તા. ૨૪ થી ૩૦ એપ્રિલ સુધી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયુ છે. જેના વ્યાસાસને શાસ્ત્રીશ્રી જોગીદાદા પી. વ્યાસ બીરાજી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩થી ૬ કથામૃતનું રસપાન કરાવશે. કથા દરમિયાન આવતા વિવિધ પ્રસંગોની ભાવભેર ઉજવણી કરાશે. જેમાં તા. ૨૭ ના શનિવારે બપોરે ૧૨ વાગ્યે શ્રીરામ જન્મ અને સાંજે ૫.૩૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવાશે. તા. ૨૯ ના સાંજે ૫ કલાકે રૂક્ષ્મણી વિવાહનો પ્રસંગ મનાવાશે. દરરોજ સવારે ૭.૩૦ કલાકે દેવ પૂજા થશે. કથા પૂર્ણાહુતિના દિવસે તા. ૩૦ ના મંગળવારે દશાંશ હવન રાખેલ છે. 

  કથા દરમિયાન રાત્રે પણ વિવિધ કાર્યક્રમો આયોજીત કરાયા છે. જેમાં તા.૨૫ ના ગુરૂવારે રાત્રે ૯.૩૦ વાગ્યે રાસ ગરબાની રમઝટ, તા. ૨૭ના શનિવારે રાત્રે ૧૦ વાગ્યે સુરશ્યામ કાનગોપી ગ્રુપ જગાભાઈ આહીરનો કાનગોપી કાર્યક્રમ, તા. ૨૯ ના સોમવારે રાત્રે ૧૦ વાગ્યે આઈશ્રી ખોડીયાર નાટક મેંડળ દ્વારા ‘બાબરો ભૂત' નાટક રજુ થશે. ધર્મપ્રેમીજનોએ કથા શ્રવણનો લાભ લેવા વિઠ્ઠલભાઈ લીંબાણી, વિનુભાઇ લીંબાણી દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.

(9:03 pm IST)