Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

વાંકાનેરમાં શ્રી રામ પારાયણ સપ્‍તાહ બાદ સમુહ લગ્નોત્‍સવ

પ્રતિષ્‍ઠિત અગ્રણીઓ- અતિથિઓ હાજરી આપશે

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૨૩: શ્રી પાર્થધ્‍વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા જીનપરા, ગોૈશાળા રોડ, જકાતનાકા પાસેના અયોધ્‍યાધામ ખાતે આગામી તા.૨/૫/૨૪ થી તા.૮/૫/૨૪ સુધી શ્રી રામપારાયણ સપ્‍તાહ જ્ઞાનયજ્ઞ તથા તા.૯/૫/૨૪ ને ગુરૂવારના રોજ ઓગણીસમા સર્વજ્ઞાતિય સમુહ લગ્નોત્‍સવ નું આયોજન કરાયુ છે.

પ્રખર રામભકત ઉપાસક રાજકોટવાળા મહારાજશ્રી હરિકાંતબાપુ પોતાની આગવી શૈલીમાં સુર સંગીત સાથે શ્રી રામપારાયણ સપ્‍તાહનું રસપાન કરાવશે. શ્રી રામ પારાયણ મહાત્‍મય અવસરો આ મુજબ છે. પોથીયાત્રા તા.૨/૫/૨૪ ના સવારે ૯:૩૦ વાગ્‍યે ચિત્રકુટ હનુમાનજી મંદિરેથી અયોધ્‍યા ધામ- જીનપરા આવશે. કથા પ્રારંભ બાદ શિવવિવાહ તા.૩/૫ ને શુક્રવારે રામજન્‍મ, બાળલીલા શનિવારે, શ્રી રામ વિવાહ રવિવારે શ્રી રામ વનવાસ- કેવટ પ્રસંગ સોમવારે ભરત મિલાપ, શબરી પ્રસંગ મંગળવારે સુંદરકાંડ,  શ્રી રામ રાજયભિષેક પૂર્ણાહુતિ તા.૮/૫ ને બુધવારે થશે. બીજા દિવસે ગુરૂવારે ૧૯ માં સર્વ જ્ઞાતિય સમુહ લગ્નોત્‍સવ અંતગર્ત ગણેશ સ્‍થાપના સવારે ૬ વાગ્‍યે જાન આગમન, પણ ગુરૂવારેજ ૭ વાગ્‍યે યજ્ઞોપવિત સંસ્‍કાર ૭ વાગ્‍યે, હસ્‍ત મેળાપ ૯ વાગ્‍યે આશિવર્ચન સવારે ૧૦ વાગ્‍યે અને ભોજન સમારંભ સવારે ૧૧:૩૦ કલાકે યોજાયેલ છે. કુલ ૧૧ નવદંપતિઓ પ્રભુતામાં પગલા માંડશે. આ નવદંપતિઓને પ.પુ.મહંત શ્રી છબીલદાસ બાપુ, મહંત શ્રી અશ્‍વિનભાઇ રાવલ, મહંત શ્રી વિશાલભાઇ પટેલ, કથાવકતા ડો.દિલીપભાઇ વ્‍યાસ, માધુરીબેન ગોૈસ્‍વામી, તથા શ્રી જયાબા વિજયાબા, શ્રી હેતલબા આશિર્વચન આપશે. અનેક સખીદાતાઓના સહયોગ થી કરીયાવર ની તમામ વસ્‍તુઓ અર્પણ કરાશે.

આ પ્રસંગે સાંસદ કેશરીદેવસિંહ,  મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્‍ય જીતુભાઇ સોમાણી સહિત અનેક નામાંકિત અગ્રણીઓ અતિથિઓ હાજરી આપશે.

(12:01 pm IST)