Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

સરદાર પટેલ ભવન દિલ્‍હી મુકામે ભારત દેશના ઇન્‍ટરપોલ

સેક્રેટરી સાથે સત્‍યમ સેવા મંડળ જૂનાગઢના પ્રમુખની મુલાકાત

જૂનાગઢ : મુકામે ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ ઓફ પોલીસ તરીકે સેવા આપનાર પ્રવીણ કુમાર સિંહા હાલ દિલ્‍હી મુકામે  ભારત દેશના ઇન્‍ટરપોલ ના સેક્રેટરી તરીકે સેવા આપી  રહ્યા છે. જેઓ જૂનાગઢ મુકામે ફરજ દરમ્‍યાન સત્‍યમ સેવા મંડળ દ્વારા ચાલતી અનેક સેવાકીય પ્રવળત્તિઓ જેમકે અંધ કન્‍યા છાત્રાલય, વળદ્ધાશ્રમ, સમૂહ લગ્નો, જેવી અનેક સેવાકીય પ્રવળત્તિમાં પ્રવીણકુમાર સિંહા તેમજ તેમના પત્‍ની શ્રીમતી અર્ચનાબેન દ્વારા હર હંમેશા  હાજરી આપેલ હતી. દિલ્‍હી મુકામે સરદાર પટેલ ભવન ખાતે આવેલ તેમની ઓફિસે શુભેચ્‍છા મુલાકાત લીધેલ હતી અને તેમની સાથે બ્રેકફાસ્‍ટ  લીધેલ હતો અને તેમના દ્વારા યાદગાર ક્ષણ માટે  મોમેંટ આપી સન્‍માનિત કરવામાં  આવેલ. તેમજ  ભારત દેશના જોઇન્‍ટ સેક્રેટરી નેશનલ સુરક્ષાના શ્રી લેખન ઠકકર પણ શુભેચ્‍છા મુલાકાત લીધેલ હતી. રાજ ભવન દિલ્‍હી મુકામે રહેવાની વ્‍યવસ્‍થા પણ કરી આપવામાં આવેલ.

(1:42 pm IST)