Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

અમરેલી કોંગ્રેસની લીગલ ટીમની કાયદાકીય રજુઆતો બાદ જેનીબેન ઠુંમરનું ફોર્મ માન્‍ય

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ર૩ :  ઉમેદવારી પત્ર ચકાસણીના દિવસે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર  જેનીબેન ઠુમ્‍મર પોતાના ઉમેદવારી ફોર્મમાં કયાય પણ ક્ષતિ ન હોવા છતાપણ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીંના આગેવાન દ્વારા ખોટા વાંધાઓ રજુ કરાતા અમરેલીના ચુંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસ લીગલ ટીમ દ્વારા લેખિત તથા મૌખિક રજુઆત કરીને હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના આધારો આપીને ધારદાર રજુઆત થતા ચુંટણી અધિકારીએ ભારતીય જનતા પાર્ટીના તમામ વાંધાઓ રદ કરીને જેનીબેન ઠુમ્‍મર નું ફોર્મ માન્‍ય રાખવા હુકમ કરવામાં આવેલ, તે સંબંધે અમરેલીના પુર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર, અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ  પ્રતાપભાઇ દુધાત, પુર્વ જિલ્લા પ્રમુખ ઠાકરશીભાઇ મેતલીયા, પુર્વ જિલ્લા પ્રમુખ  ડી.કે.રૈયાણી, પુર્વ જિલ્લા પ્રમુખ  અર્જુનભાઇ સોસા, બાંધકામ સમિતિના પુર્વ ચેરમેન  ટીકુંભાઇ વરૂ, પુર્વ  સુરેશભાઇ કોટડીયા  નરેશભાઇ અધ્‍યારૂ,  કે.કે.વાળા,  નંદલાલભાઇ ભડકણ,  ભરતભાઇ હપાણી,  દિનેશભાઇ સાવલીયા,  નટુભાઇ સોજીત્રા,  પંકજભાઇ રોકડ,  હિરેનભાઇ સોજીત્રા,  અશ્વિનભાઇ ગોહિલ,  એમ.એ.કુરેશી,  પોપટલાલ કાશ્‍મીરા,  જગદીશભાઇ તળાવીયા,  જગદીશભાઇ પાનસુરીયા,  ઉમેદભાઇ ખાચર,  ડી.ડી.પરમાર,  પ્રહલાદ સોલંકી,  ભાવેશ પિપળીયા,  રાજુભાઇ બીલખીયા,  જયુભાઇ ઠુંમર સહિત આ હુકમને આવકારીને વિજય ઉત્‍સવના ભાગરૂપે સુત્રોચાર સાથે વધામણા કરેલ અને ફટાકડા ફોડીને ભવ્‍ય ઉજવણી કરેલ. હાઇકોર્ટના સીનયર એડવોકેટ  પંકજભાઇ ચાંપાનેરી, એડવોકેટ  તુલશીભાઇ સવાણી, એડવોકેટ  ગૌરાંગભાઇ પટેલ, એડવોકેટ  રફીકભાઇ મોગલ, એડવોકેટ  નિસીત પટેલ, એડવોકેટ  સંદિપ પંડયાની  ધારદાર દલિલો ગ્રાહ્ય રાખી તેમજ જીણવટભરી કાયદાકીય રજુઆતો ના અંતે ઇન્‍ડીય નેશનલ કોંગ્રેસ પક્ષના ૧૪ - અમરેલી લોકસભાના ઉમેદવાર  જેનીબેન ઠુમ્‍મર નું ઉમેદવારી ફોર્મ માન્‍ય રાખ્‍યુ.અમરેલી જિલ્લા કૉંગ્રેસ સમીટીંના મહામંત્રી   જગદીશભાઈ તળાવીયા ની યાદી માં જણાવેલ હતું.

(1:22 pm IST)