Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd April 2024

ઉના પાસેના દ્રોણેશ્વર ગુરુકુલમાં ઉજવાયેલ હનુમાન જયંતિ મહોત્સવ : હનુમાનજી મહારાજને ફળકૂટ ધરાવી મારુતિયજ્ઞ કરવામાં આવ્યો

            ઉના તા. ૨૩ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, SGVP ગુરુકુળ દ્રોણેશ્વર ખાતે શ્રી હનુમાન જયંતિ પ્રસંગે તા. ૧૯ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૪ દરમ્યાન પાંચ દિનાત્મક શ્રી હનુમાન જયંતિ મહોત્સવ અંતર્ગત શ્રી હરિલીલા ચરીત્ર કથા તથા નિત્ય સુંદરકાંડ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભંડારી શ્રી હરિકૃષ્ણદાસજી સ્વામી તથા કોઠારી નરનારાયણદાસજી સ્વામીના માર્ગદર્શન સાથે  ઉના પાસેના દ્રોણેશ્વર મહાદેવના તથા રામ, શ્યામ અને ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં શાસ્ત્રી શ્રી મુનિવત્સલદાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી શ્રુતિવલ્લભદાસજી સ્વામી કથાનું શ્રવણ કરાવ્યું હતું. શ્રી મારુતિધામમાં શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં પવિત્ર ભૂદેવો દ્વારા દરરોજ સુંદરકાંડનું અનુષ્ઠાન કરવામાં આવ્યું હતું.

શ્રી હનુમાન જયંતિ ના પવન પર્વે શ્રી મારુતિ યાગમાં ભક્તજનોએ ભાગ લઈ કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને ફલકૂટ ધરાવવામાં આવ્યો હતો.

પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ફળકૂટનો તમામ પ્રસાદ બાળકો અને ગરીબોમાં વહેંચવામાં આવ્યો હતો.                                       

(3:21 pm IST)