Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

પોરબંદરમાં ટ્રકમાં ભરેલા માલમાં ભેળસેળ કરીને ટ્રાન્‍સપોર્ટર સાથે ૩.૬૦ લાખની છેતરપીંડી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૨૪: ટ્રકમાં ભરેલ ૨૬ ટન સોડામાં મીઠા જેવા પદાર્થની ભેળસેળ કરીને ટ્રાન્‍સપોર્ટર સાથે ૩.૬૦ લાખની છેતરપીંડી ખુલતા પોલીસે ગુન્‍હો નોંધ્‍યો છે.

પોરબંદરના રેલવે સ્‍ટેશન રોડ પર રહેતા અને શ્રી માં ભગવતી ટ્રાન્‍સપોર્ટ સર્વિસ નામનું ટ્રાન્‍સપોર્ટ ચલાવતા શરદભાઈ પોપટભાઈ મજીઠિયા નામના ટ્રાન્‍સપોર્ટરે ચાર મહિના પહેલા બાવળવાવના રાણા કાના કટારાએ તેનો ટ્રક માલ પરિવહન કરવા માટે રાખ્‍યો હતો અને તા.૧૧/૪ના રાણાભાઈની ગાડી મારફતે નિરમા કંપની ખાતેથી ૨૬ ટન .. સોડા ભરવાનું નક્કી થતા તા.૧૨/૪એ નિરમા કંપનીમાંથી રાણાના ટ્રક મારફતે આ માલ અમદાવાદના ખોડિયાર રેલવે યાર્ડમાં મૂકી આપ્‍યો હતો.

ટ્રકમાંથી માલ ઉતારવામાં આવતો હતો ત્‍યારે પાછળના ભાગે અમુક કટ્ટાઓ અડધા ખુલ્લા નજરે ચડયા હતા તેથી રેલવે યાર્ડના લોજિસ્‍ટિક મેનેજર પવનભાઈને શંકા જતા તપાસ ના કરવામાં આવી હતી. આથી તેમણે કટ્ટામાં કરે રહેલ સોડાના માલનો નમૂનો ચાખતા તેનો સ્‍વાદ સોડા જેવો નહીં પરંતુ મીઠા જેવો આવતા પવનભાઈએ ફરિયાદી શરદભાઈ મજીઠિયાને ફોન કરીને જણાવ્‍યું હતું કે, તમે ના મોક્‍લેલ માલમાંથી ૧૫૦ કટ્ટા ખુલ્લા છે. અને માલમાં ભેળસેળ થઈ છે, તેથી ટ્રકમાંથી અમે માલ ખાલી નહીં કરીએ અને કંપનીને જાણ કરીએ છીએ.

ટ્રક માલિક રાણાભાઈને એવું જણાવ્‍યું હતું કે, ટ્રકના ડ્રાઇવર રામાભાઈએ ભેળસેળ ત કરી હશે પોતાને કાંઈ ખબર નથી. આ ટ્રક અમદાવાદના રેલવે યાર્ડમાં રાખી દીધા બાદ માલના નમૂના નિરમા કંપનીની લેબોરેટરીમાં મોકલ્‍યા છે. આ બનાવમાં ટ્રક માલિક રાણા ઉર્ફે પુંજા કાના કટારા અને ડ્રાઇવર રામાભાઈ વિરુદ્ધ - છેતરપિંડીનો ગન્‍હો નોંધાયો છે.

(12:54 pm IST)