Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મોટી પાનેલીમાં વેલનાથ જયંતિ લોકડાયરામાં કલાકારોએ ધૂમ મચાવી

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી, તા.૨૫: ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં પ.પૂ.સંત શ્રી વેલનાથ બાપુની જયંતિ ઉજવણી સમસ્‍ત કોળી સમાજ દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવેલ જેમાં હજારોની સંખ્‍યામાં કોળી સમાજના ભાઈઓ-બહેનો યુવાનો જોડાયા હતા ગામની મુખ્‍ય બજારોમાં પૂજ્‍ય શ્રી વેલનાથ બાપુનો રથ શોભાયાત્રા સ્‍વરૂપે ફરેલ જેમાં માતાઓ બહેનોએ રાસ ગરબા લઇ રસ્‍તાઓ ચક્કા જામ કર્યા હતા સાથેજ સમૂહ ભોજનમાં હજારો લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો. રાત્રીના ડાયરામાં કલાકારોએ ભવ્‍ય ભજન સાહિત્‍ય સંગીત સાથે પીરસી હજારો  શ્રોતાઓને મંત્ર મુગ્‍ધ કર્યા હતા. કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો કાર્યકરોએ સુંદર વ્‍યવસ્‍થા જાળવી હતી.

(10:23 am IST)