Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

નરેન્‍દ્રભાઇ મોદીની બીજી મે એ જૂનાગઢમાં જાહેરસભા

વડાપ્રધાનની સુરક્ષાને લઇ બંદોબસ્‍ત ગોઠવણ માટે ધમધમાટ : પક્ષના આગેવાનો - કાર્યકરોમાં ઉત્‍સાહ

(વિનુ જોશી દ્વારા) ᅠજુનાગઢ તા. ૨૫ : આગામી ૭ મેના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ગુજરાતના ચૂંટણી પ્રવાસે આવશે. ત્‍યારે ૨ મેએ તેઓ જૂનાગઢમાં જાહેર સભા સંબોધશે. કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં નરેન્‍દ્રભાઈની જાહેરસભા રાખવામાં આવી છે. તેઓ જુનાગઢ ઉપરાંત પોરબંદર, ગીર સોમનાથ જિલ્લાના મતદારોને સંબોધન કરશે.

ᅠવડાપ્રધાનના ચૂંટણી પ્રવાસને લઇને જિલ્લા વહિવટી તંત્ર,પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ બરોબરનો જામ્‍યો છે.ᅠ

રાજકીય પક્ષો મતદારોને રિઝવવા પોત પોતાના સ્‍ટાર પ્રચારકોને ચૂંટણી પ્રચાર માટે લાવી રહ્યા છે. દરમિયાન ભાજપના સ્‍ટાર પ્રચારકો પૈકી દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ૨ થી ૫ મે દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ગુજરાતમાં આવી રહ્યા છે.ᅠ

રાજયના ચૂંટણી પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ૨ મેએ જૂનાગઢમાં સભાને સંબોધિત કરશે. અને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.

૨ મેએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં સભા યોજાશે. આ સભામાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ઉપસ્‍થિત જનમેદનીને સંબોધિત કરશે. વડાપ્રધાનની જાહેર સભાને લઇને જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ તંત્ર દ્વારા બેઠકોનો ધમધમાટ શરૂ કરવામાં આવ્‍યો છે.ᅠ

ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યાએ જણાવ્‍યું હતું કે, પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્‍ત બંદોબસ્‍ત જળવાઇ રહે તે માટે આવશ્‍યક ગોઠવણ હાથ ધરવામાં આવી છે.

ᅠશહેર ભાજપ પ્રમુખ પુનિત શર્માએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના કાર્યક્રમને લઇને ભાજપના કાર્યકરો દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

(10:56 am IST)