Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મોરબી : અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમની પસંદગી માટે કેમ્‍પ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : ગ્રામ્‍ય ક્રિકેટ એસો મોરબી દ્વારા શુક્રવારે સવારે ૧૦ થી ૧૨ કલાક સુધી અન્‍ડર ૧૯ ક્રિકેટ ટીમ વર્ષ ૨૦૨૪-૨૫ સીઝન માટે ખેલાડીઓની પસંદગી માટે કેમ્‍પ એક્‍સલ સ્‍પોર્ટ્‍સ એકેડમી, ફલોરા ૧૭ પાસે, એસપી રોડ મોરબી ખાતે યોજાશે.

જે કેમ્‍પમાં તારીખ ૦૧-૦૯-૨૦૦૫ થી તારીખ ૩૧-૦૮-૨૦૦૮ વચ્‍ચે જન્‍મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે પસંદગી પ્રક્રિયા માટે આવનાર ખેલાડીઓએ બ્‍લુ/બ્‍લેક ટ્રેક અને ટીશર્ટ તેમજ સ્‍પોર્ટ્‍સ શૂઝ અને પોતી ક્રિકેટ કીટ સાથે લાવવાની રહેશે તેમજ સીલ્‍કે‘ માટે આવનાર ખેલાડીઓએ ૨ પાસપોર્ટ સાઈડ ફોટો અને ૧ ફોટો સોફટકોપીમાં તેમજ શૈક્ષણિક આઈ કાર્ડ, જન્‍મ પ્રમાણપત્ર, રહેણાંક પૂફ તેમજ જોબ સર્ટીફીકેટ/આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે અને છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ અને પાનકાર્ડ કેન્‍સલ ચેક સાથે લાવવાના રહેશે જે તમામ ડોકયુમેન્‍ટ પીડીએફ ફોરમેટમાં પેન ડ્રાઈવમાં લાવવાના રહેશે.

(11:21 am IST)