Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મોટી પાનેલીમાં ડો.માંડવીયાનું સ્‍વાગત

મોટી પાનેલી :  ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં લોકસભાની ચૂંટણીનો માહોલ આજે પોરબંદર લોકસભાના ભાજપાના ઉમેદવાર કેન્‍દ્રીય મંત્રીશ્રી ડો.મનસુખભાઇ માંડવીયાના આગમન સાથે ભારે રંગે ચંગે ખીલી ઉઠ્‍યો હતો મોટી પાનેલીમાં ડો.માંડવીયા ના સ્‍વાગતમાં તાલુકા ભાજપા પ્રમુખ અશોકભાઈ પાંચાણીની આગેવાનીમા પાનેલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારે ઉત્‍સાહ અને વિશ્વાસ સાથે ઠેર-ઠેર રંગબેરંગી રંગોળીના પ્રતીક બનાવ્‍યા હતા. ડો.માંડવીયા એ અત્રેના સ્‍વામિનારાયણ મંદિરમાં દર્શન કરેલ તેમની સાથે રાજકોટ ગેલેક્‍સી ગ્રુપના ઉદ્યોગપતિ રાજેશભાઈ ભાલોડીયા, જીવનભાઈ પટેલ, ધારાસભ્‍ય ડો.પાડલીયા, તા.પં.પ્રમુખશ્રી હુંબલ, પ્રવીણભાઈ માકડીયા, હરિભાઈ ઠુંમ્‍મર, વિનુભાઈ ચંદ્રવાડિયા, સરપંચ શ્રી સાથે પાનેલી ના ભાજપ ના આગેવાનો કાર્યકરો સમાજના આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસવીર અહેવાલ : અતુલ ચગ : મોટી પાનેલી)

(11:57 am IST)