Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

મીઠાપુર ટાટા કેમિકલ્‍સ લી.નાં ગેઇટ સામે શ્રી ચમત્‍કારીક હનુમાનજી મંદિરે હનુમાન જન્‍મોત્‍સવની ઉજવણી

(દિવ્‍યેશ જટાણીયા દ્વારા) મીઠાપુર,તા.૨૫ : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્‍સ લી. ના મેઈન ગેટની સામે આવેલ ભવ્‍ય શ્રી ચમત્‍કારી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્‍મ મહોત્‍સવ ભવ્‍યાતિભવ્‍ય રીતે ઉજવાયો હતો.

 આ શ્રી ચમત્‍કારી હનુમાન મંદિર ખાતે ભક્‍તો દ્વારા કોઈપણ પ્રકારની માનતા કરવામાં આવે છે તે માનતા ચમત્‍કારિક રૂપે સત્‍વરે પૂર્ણ થાય છે જેથી આ મંદિરનું નામ ‘‘શ્રી ચમત્‍કારી હનુમાનજી મંદિર'' તરીકે પ્રચલિત છે.

  આ પ્રસંગે  ચમત્‍કારી હનુમાનજી ને રાજભોગ -મહાપ્રસાદના મુખ્‍ય યજમાન શ્રી વિનોદભાઈ હિન્‍ડોચા -પ્રખર એડવોકેટ  જીતેન્‍દ્રભાઈ હિન્‍ડોચા જામખંભાળિયાના સહયોગથી કરવામાં આવેલ હતુ તેમજ આ પ્રસંગે નૂતન ધ્‍વજારોહણ તેમજ શ્રી હનુમાનજી મહારાજને અન્નકોટના પ્રસાદના  મુખ્‍ય યજમાન  દ્વારકા તાલુકા ક્ષત્રિય વાઘેર સમાજના અગ્રણી અરજણભા જખરાભા કેર પરીવારના સહયોગ થી કરવામાં આવ્‍યું હતું.  શ્રી ચમત્‍કારી હનુમાનજી મંદિર જીર્ણોધ્‍ધાર થયાને આજે  બે વર્ષ પૂર્ણ થયેલ હતું...

 આ પાવન પ્રસંગે ટાટા કેમિકલ્‍સ લી. ના વાઇસ પ્રેસિડેન્‍ટ   કામથ   તથા ટાઉન અધિકારી   મોઢવાડીયા   સાથે  શ્રી રોય, શ્રી ચક્રવર્તી, શ્રી ગંગારામાણી, સુરેશ પટેલ, પ્રદીપ સોઢા, દિનેશ ચાનપા, એચ.આર.શ્રીમૈત્રી વ્‍યાસ, ભાવેશ ભાયાણી, તથા કંપનીના તમામ ઉચ્‍ચ અધિકારી ગણ તથા ટાટા હોસ્‍પિટલ ં હેડ મેડીકલ ઓફિસર શ્રી ડૉ.સંજીવ ભટનાગર સાહેબ તથા એમ.ડી. ડો.દિવ્‍યેશ કાલરીયા,  દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ વડા નિતેશ પાડે, મીઠાપુર પોલીસ સ્‍ટેશન ના  પી.આઇ. એન.એચ. જોષી -પી.એસ.આઇ. પી.ટી. વાનીયા તથા પોલીસ સ્‍ટાફ તેમજ દેવભૂમિ દ્વારકા તાલુકાના પત્રકાર ગણ તથા બહોળી સંખ્‍યામાં ધમપ્રેમી ભક્‍તો ઉપસ્‍થિત રહી દર્શન તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્‍યતા અનુભવી હતી.

આ શુભ પ્રસંગે  સુરજકરાડી વેપારી એસોસિયેશન પ્રમુખ રાજુભાઇ સુતરીયા, પ્રભુદાસભાઇ કાનાણી, કમલેશભાઈ સામાણી, બાલમુકુન્‍દ ગૌશાળા મીઠાપુર પ્રમુખ દિલીપભાઈ કોટેચા, સુરજકરાડી માધવ પાંજરાપોળ પ્રમુખ મુકુન્‍દભાઇ ભાયણી, અશોકભાઈ સચદેવ, તેમજ ન્‍યુ રેંકડી બજાર મીઠાપુર વેપારી મંડળ પ્રમુખ રીતેશભાઇ ગોકાણી, ઓખા નગરપાલીકાના ભાસ્‍કરભાઈ મોદી, ચેતનભાઈ માવાણી , ખેતશીભાઇ ગોરી, ભાવેશભાઈ કાનાણી મીઠાપુર વેપારી મંડળ પ્રમુખ ઓખામંડળ ના વકિલ શ્રી મહેન્‍દ્રસિંહ જાડેજા , જયેન્‍દ્રભાઈ ચોકસી ,રામકુષણ ભાયાણી , વાધેલા ,અનિલ ફફલ ,ટાટા કંપની કોન્‍ટ્રાકટર શ્રીખેરાજભા કેર,આ દરેક લોકો નુ શ્રી ચમત્‍કારી હનુમાનજી મંદિર ના સદસ્‍યો દ્વારા સન્‍માન કરવામાં આવેલ હતું અને શ્રી ચમત્‍કારી હનુમાનજી દાદાની છબી ભેટ આપેલ હતી.

શ્રી હનુમાન જન્‍મ મહોત્‍સવ નિમિત્તે તમામ પુજા વિધિ શ્રી શૈલેષ અત્રી મહારાજ દ્વારા સંપન્ન કરવામાં આવેલ. સફળ અને ભવ્‍ય બનાવવા  ચમત્‍કારી હનુમાનજી મંદિર કમિટીના સદસ્‍યો કમલેશભાઈ પારેખ,   નરેન્‍દ્રભાઇ પીઠવા, ગીરીશભાઇ સોની, નરેન્‍દ્રભાઇ ટાકોદરા , પ્રવિણભાઇ ચૌહાણ, દિપુભાઇ ચોક્‍સી, ખેંગારભા માણેક, મુકેશભાઇ આચાર્ય,  ગોવિંદભાઈ અસ્‍વાર, હિતુભાઇ ગોકાણી દિપુભાઇ ચોકસી, જીતેન્‍દ્રભાઈ અસ્‍વાર, અતુલસિંહ રાઠોર, મનોજ પોપટ, વિજયભાઈ સિદધપુરા, આશાપુરા મંદિર સેવા સમિતિ જોષી, રામભાઇ ગઢવી, તથા અન્‍ય ધર્મપ્રેમી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

(12:12 pm IST)