Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

જસદણના ખડવાવડી ગામે જુગાર રમતા ૭ શખ્સો પકડાયા : ભાડલા પોલીસનો દરોડો

રાજકોટ તા. ૩૦ : જસદણના ખડવાવડી ગામે ભાડલા પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ખડવાવડી ગામે જુગાર રમાતો હોવાની બાતમી મળતા ભાડલાના પી.એસ.આઇ. એચ.પી.ગઢવી તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા સવા સોમાભાઇ પલાળીયા, ચોથા કેશાભાઇ મેર, બાવકુ ધીરૂભાઇ માલકીયા, ચકુ ઉર્ફે સંજય નરસીભાઇ રોજાસરા, અમરશી કડવાભાઇ રાઠોડ તથા સામત માધાભાઇ મકવાણા રે. તમામ ખડવાવડી અને છગન પુનાભાઇ કુકડીયા રે. કનેસરા ગામને રોકડા રૂ. ૧૨૮૧૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

આ કાર્યવાહીમાં ભાડલા પોલીસ મથકના હેડ કોન્સ. વલ્લભભાઇ બાવળીયા, જયદેવભાઇ ભાસળીયા, અશ્વિનભાઇ માલકીયા, પો.કો. લાલજીભાઇ તલાસણીયા, મહાવીરભાઇ બોરીચા તથા વિજયભાઇ સરવૈયા રોકાયા હતા.

(11:26 am IST)