Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

હાર્દિક પંડ્યાની એક ઘડિયાળની કિંમતમાં આવી જાય બંગલોઃ ટાંકેલા છે ૫૩ હીરા : કિંમત છે ૧.૬૫ કરોડ

તેને પાટેક ફિલિપ બ્રાન્ડની ઘડિયાળનું કલેકશન રાખવાનો શોખ છે

નવી દિલ્હી,તા. ૧૩:  ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને ચમકદાર વસ્તુઓનો ખાસ કરીને ડાયમંડનો ઘણો શોખ છે. તે જયારે પણ કોઇ ઇવેન્ટ કે પાર્ટીમાં સ્પોટ થાય છે તો તેનો આવો અવતાર જોવા મળે છે.

 હાર્દિક પંડ્યા હાલ યૂએઈમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમી રહ્યો છે. હાર્દિકે આ દરમિયાન એક ફોટોશૂટની તસવીર પોતાના ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. જોકે આ તસવીરમાં પ્રશંસકોનું સૌથી વધારે ધ્યાન તેણે પહેરેલી ઘડિયાળ પર ગયું છે

 હાર્દિક પંડ્યાને પાટેક ફિલિપ બ્રાન્ડની ઘડિયાળનું કલેકશન રાખવાનો શોખ છે. ફોટોશૂટની તસવીરોમાં પંડ્યાએ રોઝ ગોલ્ડમાં પાટેક ફિલિપની નોટિલૂસ કોનોગ્રાફ ૫૯૮૦/૧૦આર-૦૧૦ ઘડિયાળ પહેરી છે. આ અત્યાર સુધી પંડ્યાની સૌથી મોંઘી ઘડિયાળ માનવામાં આવી રહી છે

 આ ઘડિયાળના ફેસ પર ૯ ડાયમંડ છે. આ સિવાય તેના ડાયલ પર ૩૨ ડાયમંડ અને બંને તરફ સ્ટ્રેપ પર ૬-૬ ડાયમંડ લાગેલા છે. આ સિવાય રુબીજ પણ લાગેલી છે. કુલ મળીને આ ઘડિયાળની કિંમત  ૨૨૫,૦૦૦ એટલે કે ૧.૬૫ કરોડ રૂપિયા છે

 હાર્દિક પંડ્યા કરોડો રૂપિયા ઘડિયાળ પર ખર્ચ કરે છે. જયારે તેની સર્જરી થઈ હતી ત્યારે હોસ્પિટલમાં પણ ૮૦ લાખ રૂપિયાની ઘડિયાળ પહેરીને જોવા મળ્યો હતો.

(11:18 am IST)