Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

અજિત આગરકર દુબઇમાં ગોલ્‍ફ રમે છે, દ્વવિડ બેંગ્‍લોરમાં છે, કોઇ મીટીંગ નથી થઇ

વર્લ્‍ડ કપની મીટીંગ વિશે રોહિત શર્માએ કહ્યું...

નવી દિલ્‍હીઃ ટીમ ઇન્‍ડિયાના કેપ્‍ટન રોહિત શર્માએ ટી-૨૦ વર્લ્‍ડ કપ માટે ચીફ કોચ અને ચીફ સિલેકટર સાથે કોઇપણ પ્રકારની મીટીંગ હોવાનો ઇનકાર કર્યો છે.

હિટમેને એક કાર્યક્રમમાં કહ્યું કે ‘હું કોઇને મળ્‍યો નથી. અજિત આગરકર દુબઇમાં કયાંક ગોલ્‍ફ રમી રહ્યો છે. રાહુલ દ્રવિડ બેન્‍ગલોરમાં છે અને પોતાના બાળકનજે રમતો જોળ રહ્યો છે. હું મુંબઇમાં હતો. સાચું કહું તો અમે મળ્‍યા નથી. જયાં સુધી રાહુલ દ્રવિડ, અજિત અથવા ક્રિકેટ બોર્ડમાંથી કોઇપણ કેમેરા સામે આવીને વાત ન કરે ત્‍યાં સુધી બધું ખોટું છે.

(2:39 pm IST)