Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

IPL 2020 :સીઝનની પ્રથમ વિકેટ લેતા પીયુષ ચાવલાએ બનાવ્યો મોટો રેકોર્ડ

ચાવલાના નામે હવે આઈપીએલમાં 151 વિકેટ થઈ ગઈ

 

IPL 2020 MI vs CSK: ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન 13ની આજથી શરૂઆત થઈ ગઈ છે. આઈપીએલ 2020ના પ્રથમ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સે ટૉસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય લીધો હતો. અબુ ધાબીમાં મેચ શરુ થતા પહેલા બન્ને ટીમોએ સમગ્ર દુનિયામાં લડી રહેલા કોરોના વોરિયર્સને સલામ કર્યું.

પ્રથમ બોલિંગ કરવાનો ધોનીનો નિર્ણય એક સમયે ખોટો લાગી રહ્યો હતો કારણ કે પ્રથમ ચાર ઓવરમાં મુંબઈની ટીમે એકપણ વિકેટ ગુમાવ્યા વગર 45 રન બનાવી લીધા હતા. પરંતુ તેના બાદ લેગ સ્પિનર પીયુષ ચાવલાએ મુંબઈના કેપ્ટન રોહિત શર્માને પોતાની સ્પિન જાળમાં ફસાવ્યો હતો અને રોહિત 12 રનના સ્કોર પર સેમ કર્રનના હાથે કેચ આઉટ થયો હતો. પ્રકારે ચાવલા સીઝનની પ્રથમ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેની સાથે ચાવલાના નામે હવે આઈપીએલમાં 151 વિકેટ થઈ ગઈ છે. ચાવલા ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તેમણે હરભજન સિંહ (150 વિકેટ) પછાડી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ચાવલાની આગળ અમિત મિશ્રા અને લસિથ મલિંગા છે.

(11:49 pm IST)