Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

જ્‍યાં ટી-૨૦ વર્લ્‍ડકપનો અમેરિકાના ગ્રાઉન્‍ડમાં ભારત-પાક. મુકાબલો રમાનાર છે તે ગ્રાઉન્‍ડની હાલત છે સાવ ભંગાર

નવી દિલ્‍હીઃ ૯ જૂને ટી-૨૦ વર્લ્‍ડ કપ-૨૦૨૪માં ભારત અને પાકિસ્‍તાન વચ્‍ચે જંગ જામશે. આ મહામુકાબલાના ૪૮ દિવસ પહેલાં નાસાઉ કાઉન્‍ટી ઇન્‍ટરનેશનલ ક્રિકેટ સ્‍ટેડિયમનો એક ફોટો વાઇરલ થયો છે. ᅠભૂતપૂર્વ ઓસ્‍ટ્રેલિયન મહિલા ક્રિકેટર મેલ જોન્‍સે શેર કરેલા આ ફોટોમાં સ્‍પષ્ટપણે જોઈ શકાય છે કે આઉટફીલ્‍ડ અને પિચ હજી તૈયાર નથી થઈ. જોકે આઇસીસીએ કહ્યું કે તમામ તૈયારીઓ શેડ્‍યુલ પ્રમાણે ચાલી રહી છે. અહીં ઉપયોગમાં લેવાતી પિચ હાલમાં તૈયાર કરવામાં આવી રહી છે અને આઉટફીલ્‍ડનું ટર્ફિંગ પણ ૨૯ એપ્રિલથી શરૂ થશે. સ્‍ટેડિયમનું નિર્માણ ત્રણ મહિના પહેલાં જાન્‍યુઆરીમાં શરૂ થયું હતું, જે ૬ મે સુધીમાં પૂર્ણ થશે એટલે કે સ્‍ટેડિયમ બનવામાં માત્ર ૧૩ દિવસ બાકી છે. સ્‍ટેડિયમ તૈયાર થયા બાદ ૨૭ મેએ એનું નિરીક્ષણ કરવામાં આવશે અને જો બધું બરાબર રહેશે તો વર્લ્‍ડ કપની ૭ મેચ માટે એને ક્‍લિયરન્‍સ આપવામાં આવશે.

(2:49 pm IST)