Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

એશિયન યુ-ર૦ એથ્‍લેટીકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય એથ્‍લેટો ખીલ્‍યાઃ ૧ ગોલ્‍ડ, ર સિલ્‍વર અને ૧ બ્રોન્‍ઝ જીત્‍યો

નવી દિલ્‍હી : દુબઇમાં એશિયન યુ-ર૦ એથ્‍લેટિકસ ચેમ્‍પિયનશીપમાં ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન રહ્યું છે. જેમાં મેન્‍સ જેવલિન થ્રોમાં દીપાંશુ શર્માએ ૭૦.ર૯ મીટરનો થ્રો કરી ગોલ્‍ડ મેડલ, મેડલ હાંસલ કર્યો હતો. જયારે રોહન યાદવે ૭૦.૦૩ મીટરનો થ્રો કરી સિલ્‍વર મેડલ અને મેન્‍સ ૧પ૦૦ મીટર દોડમાં પ્રિયાંશુએ ૩.પ૦ મીનીટમાં સ્‍પર્ધા પૂર્ણ કરી સિલ્‍વર મેડલ મેળવ્‍યો હતો. તો આરતીએ વુમેન્‍સ ૧૦ હજાર મીટર દોડને ૪૭.૪પ મિનીટમાં પૂર્ણ કરી બ્રોન્‍ઝ મેડલ જીત્‍યો

(1:29 pm IST)