તા. ૩ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૩ બુધવાર
News of Thursday, 19th November 2026
વિંછીયાના નાના માત્રા ગામની સીમમાં ગાંજાનું વાવેતર પકડાયું: ૭.૭૦ લાખના છોડ કબ્જે
વિંછીયા પંથકમાં છાસીયા, ખારચીયા બાદ વધુ એક સ્થળે ગાંજાનું વાવેતર પકડાયું કપાસના વાવેતર વચ્ચેથી ગાંજાનું વાવેતર કરનાર ખેડુત લખમણ ગરાંભડીયાની ધરપકડ : રાજકોટ રેન્જની ટીમનો દરોડો

રાજકોટ, તા., ૧૯: વિંછીયા પંથકમાં છાસીયા, ખારચીયા બાદ નાના માત્રા ગામની સીમમાં ગાંજાનું વાવેતર પકડાયું છે. રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી ૭.૭૦ લાખના ગાંજાના છોડ સાથે ખેડુતની ધરપકડ કરી હતી.
મળતી વિગતો મુજબ વિંછીયાના નાના માત્રા ગામની ઉગમણી સીમ કસવાણી ગામ તરફ જવાના સીમાડે આવેલ આરોપી લખમણભાઇ દાનાભાઇ ગરાંભડીયા ધંધો ખેતી ઉ.વ.પ૩ રહે. નાના માત્રા ગામ તા.વિંછીયાના ખેતરમાં ગાંજાનું વાવેતર કરાયું હોવાની બાતમી મળતા રાજકોટ રેન્જની ટીમના બી.સી.મિયાત્રા તથા સ્ટાફે કરી ખેતરમાં કપાસના વાવેતરની વચ્ચે ગેરકાયદેસર રીતે માદકપદાર્થ ગાંજાનું વાવેતર કરી તેની માવજત કરી અનિયમીત આકારના નાના-મોટા લીલો છોડ નંગ-૩૯ મુળીયા સહીતના કુલ વજન ૧પ કિલો ૪૦૦ ગ્રામ જેની કિં. રૂા. ૭,૭૦,૦૦૦ તથા લાઇટબીલ, આધારકાર્ડ તથા મોબાઇલ-૧ કિ. રૂા. પ,૦૦૦ મળી કુલ મુદામાલ રૂા. ૭,૭પ,૦૦૦ સાથે ખેડુત લખમણ ગરાંભડીયાને ઝડપી લઇ વધુ પુછતાછ હાથ ધરી છે.
(11:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
