Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

લોકરક્ષક દળના જવાન રવિભાઈ રત્નુનો જન્મદિવસ

રાજકોટ : લોકરક્ષક દળમાં ફરજ બજાવતા નિષ્ઠા અને પ્રતિષ્ઠાથી ધબકતા - ઝબકતા જવાન શ્રી રવિભાઇ રત્નુનો આજે ૨૭ એપ્રિલે જન્મદિન છે. પિતા શામળભાઈના સ્ટેશનરીના વ્યવસાયમાં મદદરૂપ થવાની સાથે સાથે સ્નાતકની પદવી મેળવીને પોલીસતંત્રમાં સેવામાં જોડાયા છે. સફળ અને માયાળુ સ્વભાવ તેમની આગવી ઓળખ છે. આજે  જન્મદિન નિમિતે તેમના પર અવિરત શુભેચ્છા વરસી રહી છે. મો.૯૭૨૨૫ ૯૮૨૨૫, મો.૮૩૭૯૦ ૦૦૦૦૫ રાજકોટ.

(3:14 pm IST)
  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST

  • સારા સમાચાર : ઝાયડસ કેડિલા, ભારતની બીજી સંપૂર્ણ ઈન્ડિજિનસ કોવિડ વેક્સીન સાથે તૈયાર : વચગાળાની અસરકારકતા ડેટાના પ્રથમ સેટને પ્રાપ્ત કર્યા પછી, ઝાયડસ કેડિલા આ મહિનામાં તેની કોવીડ -19 રસીના ઇમરજન્સી યુઝ માટે અરજી કરશે : અત્યારે 1 કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી રસીનું પ્રોડક્શન કરી શકશે, જેને પછીથી બે કરોડ ડોઝ પ્રતિ મહિના સુધી લઈ જવાશે access_time 11:47 pm IST

  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST