Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021
  • ગુજરાતમાં ટોચની નેતાગીરી વચ્ચે હાલ સમસ્યાઓનું સમાધાન થઈ ગયું હોય, હાલના રાજ્ય કેબિનેટમાં કોઈ ફેરફાર નહીં કરાય અને કેટલાક કારણોસર, રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ પણ મુલતવી રાખવામાં આવ્યું હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે access_time 10:19 pm IST

  • સોયાબીનના ભડકે બળતા ભાવ : રૂ.૫૫ થી સિધા રૂ.૯૦ થી ૯૫એ પહોંચી ગયા : હવે બાકી રહ્યું હતું સોયાબીન પણ ભડકે બળે છે. ચાલીસ દિવસ પહેલા ૫૫ રૂપિયા ભાવ હતા. અત્યારે ૯૦ થી ૯૫ રૂપિયા ભાવ છે. વેપારીઓ પાસેથી જાણવા મળ્યું છે, કે હાલ બિયારણની કરાતી હોવાથી અને માલની અછત હોવાના કારણે ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. access_time 4:00 pm IST

  • મિથુનની બંગાલ પોલીસ દ્વારા પૂછપરછ : એકટર અને ભાજપા નેતા મિથુન ચક્રવર્તીના પશ્ચિમ બંગાળ ચૂંટણી પ્રચાર દરમ્યાન વિવાદાસ્પદ ભાષણ બાબતે કોલકતા પોલીસ તેમની વર્ચ્યુઅલ પૂછપરછ કરી રહી છે. જણાવી દઇએ કે માનિકતલામાં તેમના ભાષણ બાબતે એક એફ.આઇ.આર. નોંધાઇ હતી. access_time 3:11 pm IST