Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અનુ.જાતિ વિકાસ નિગમના પૂર્વ ડીરેકટર અનિલ મકવાણાનો જન્મદિવસ

રાજકોટઃ સામાજીક કાર્યકર, કોર્પોરેટર અનુસૂચિત જાતિ વિકાસ નિગમ જેવા અનેક પદો પર રહી ચુકેલા દલિત અગ્રણી અનિલભાઈ મકવાણાનો આજે જન્મ દિવસ છે. ભારતરત્ન ડો.બાબા સાહેબ આંબેડકરના લોકહિતના સિધ્ધાંતો પર ચાલી કોર્પોરેટર તરીકે સેવા બજાવી ત્યાર બાદ હાલ પદ વગર પણ રોજે- રોજ પોતાના વિસ્તાર અને અન્ય વિસ્તારની સમસ્યા પણ તંત્ર સુધી પહોંચાડવાનું ચુકતા નથી. હંમેશા ભાજપના વફાદાર સૈનિક તરીકે પક્ષના કર્મઠ આગેવાન રહેનાર અનિલભાઈને જન્મદિનની શુભેચ્છાઓ વરસી રહી છે.(મો.૯૮૨૪૫ ૦૧૧૮૧)

(4:23 pm IST)