Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

પાટડી - દસાડાનાં કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદભાઇ સોલંકીનો જન્મદિન

વઢવાણ, તા.૩૦: સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય શ્રી નૌશાદભાઇ સોલંકીનો આજે જન્મદિવસ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાંથી તેમને ઠેર-ઠેરથી અભિનંદન વર્ષાનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના કચડાયેલા મધ્યમવર્ગના લોકોના મસીહા તરીકે ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકી અને પ્રશ્નોને વાચા આપી અને નાના-મોટા સૌના દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમનો જન્મ ૧૯૭૩ માં થયો હતો. આજે ૪૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયમાંથી પણ જેમને શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક લોકો પ્રશ્નોને વાચા આપવાનું કામ કોંગ્રેસના ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી કર્યું છે ત્યારે તેમના પિતા શ્રી ભીલજીભાઈ સોલંકી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ પદે રહ્યા હતા ત્યારે પણ તેમને સારી કામગીરી કરી અને કોંગ્રેસમાં સારી એવી લોકચાહના મેળવી હતી ત્યારે હાલમાં નૌસાદભાઈ સોલંકીના આજે જન્મદિવસે પરિવારના વાલજીભાઈ પિતા ભાઈ ગુણવંતભાઈ મહેશભાઈ તેમજ તેમના ધર્મપત્ની તેમજ સોલંકી પરિવાર દ્વારા આજે મહામારીના સમયકાળમાં લોકોની પડખે ઊભા રહે અને સદાય માટે લોકોપયોગી કાર્યો કરતા રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે હાલમાં નૌશાદભાઈ સોલંકીને જન્મદિવસે ઠેર-ઠેરથી શુભકામનાનો વરસાદ વરસી રહ્યો છે.

(1:08 pm IST)
  • રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલા આસારામ બાપુને બુધવારે રાત્રે જેલમાંથી મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેલમાં તબિયત લથડતા જેલ પ્રશાસન તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં લઈ ગયા છે. ત્યાં કોરોના વાયરસના લક્ષણો દેખાય બાદ આસારામ બાપુને કોવિડ -19 ચેપ લાગ્યો હોવાની શંકા સેવાય રહી છે. તેમનો કોવિડ પરીક્ષણનો નમૂના લેવામાં આવ્યો હતો અને તબિયત લથડતાં તેમને હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરાયા હતા. access_time 12:10 am IST

  • આજ સાંજ સુધીમાં દિલ્હીમાં ૨૦૯૬૦ નવા કેસ નોધાયા : ૧૯૨૦૯ સાજા થયા અને ૩૧૧ મૃત્યુ થયા access_time 6:31 pm IST

  • મહારાષ્ટ્રમાં મોડી સાંજ સુધીમાં ૫૭ હજારથી વધુ નવા કેસ નોંધાયા મુંબઈમાં પણ થોડા કેસ વધ્યા છે મોડી સાંજ સુધીમાં મહારાષ્ટ્રમાં ૫૭૬૪૦ નવા કોરોના કેસ નોંધાયા છે, તો મુંબઈમાં ૩૮૭૯ નવા કેસ થયા ૩૬૮૬ સાજા થયા અને ૨૪ કલાકમાં ૭૭ મૃત્યુ નોંધાયા છે: જ્યારે મહારાષ્ટ્રમાં ૫૭૦૦૬ સાજા થતા ડીસ્ચાર્જ કરાયા અને ૯૨૦ મૃત્યુ નોંધાયા છે access_time 9:33 pm IST