Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

મેંદરડાના મોભી, પૂર્વ પ્રધાન દેવાણંદભાઇ સોલંકીનો જન્મદિન

રાજકોટ : સોરઠના મેંદરડા પંથકના મોચી અને ભાજપના પાયાના પથ્થરો પૈકીના એક શ્રી દેવાણંદભાઇ સોલંકીનો જન્મ તા. ૪ મે ૧૯૪૭ ના દિવસે થયેલ. આજે ૭પ માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. તેઓ ભૂતકાળમાં એસ. ટી. નિગમના ડીરેકટર, સંસદીય સચિવ, રાજયના કૃષિમંત્રી, પાર્ટીના કિશાન મોરચાના પ્રદેશ મહામંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. સાદુ જીવન ઉચ્ચ વિચારો તેમની આગવી ઓળખ છે. મો. ૯૮૭૯પ ૪૧૩૧૭ મેંદરડા

(11:48 am IST)
  • કોરોનાને કારણે પત્રકાર વિનોદ ગજ્જરનો જીવન દીપ બુજાયો પાટણ એબીપી ન્યૂઝ ચેનલના પત્રકાર શ્રી વિનોદભાઈ ગજ્જરનું કોરોનાને કારણે અવસાન થયું છે. ઘેરા શોકની લાગણી પ્રસરી છે access_time 9:35 pm IST

  • અભિનેતા અરવિંદ ત્રિવેદી વિશે ભારે અફવા ચાલી સુપ્રસિદ્ધ અદાકાર અને રાવણ તરીકે જગપ્રસિદ્ધ અભિનેતા અરવિંદ ત્રિવેદીના નિધન થયાની ભારે અફવા સોશિયલ મીડિયા ઉપર ચાલી રહી છે. ઈ-સાઇબરપ્લાનેટ ડોટ કોમ વેબસાઈટના જણાવ્યા પ્રમાણે અરવિંદભાઈ બિલકુલ સહી સલામત છે. access_time 9:59 am IST

  • મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે શાંત પડી ગયો છે, ૨૪ કલાકમાં નવા ૫૧ હજાર કેસ નોંધાયા કર્ણાટકમાં મોટો વિસ્ફોટ ૪૪ હજાર નવા કેસ: કેરળમાં ૩૭ હજાર: યુપીમાં ૨૫ હજાર: તામિલનાડુમાં ૨૧ હજાર: બેંગ્લોર ૨૦ હજાર: આંધ્ર ૨૦ હજાર: દિલ્હી ૨૦ હજાર: પશ્ચિમ બંગાળ ૧૭ હજાર: રાજસ્થાન ૧૬ હજાર: છત્તીસગઢ ૧૫ હજાર: બિહાર ૧૪ હજાર: હરિયાણા ૧૪ હજાર: ગુજરાત ૧૩ હજાર: અને મધ્યપ્રદેશમાં ૧૨ હજારથી વધુ નવા કોરોના કેસ નોંધાયા: મહારાષ્ટ્રના પૂણેમાં ૮ હજાર: મુંબઈમાં ૨૫૦૦, જ્યારે અમદાવાદમાં ૪૬૯૩, સુરત ૧૨૧૪, રાજકોટ ૫૯૩ અને વડોદરા ૫૬૩ નવા કેસ સવાર સુધીમાં નોંધાયા છે access_time 10:51 am IST