Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

ભાવનગર અને ડાંગના પૂર્વ કલેકટર

પ્રવીણ સોલંકી ઝીંદાબાદ... વસતી ગણતરી નિયામકનો જન્મદિન

રાજકોટઃ ભારત સરકારમાં ડેપ્યુટેશન પર ગુજરાત વસતી ગણતરી નિયામક તરીકે કાર્યરત શ્રી પ્રવીણ ખોડાભાઇ સોલંકીની જન્મ ૧૯૭૮ ના વર્ષમાં તા.૪ જુને થયેલ. આજે ૪૪ વર્ષના દ્વારે પહોંચ્યા  છે. તેઓ ભૂતકાળમાં ડાંગ અને ભાવનગરમાં કલેકટર સુરતની દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં એમ.ડી.વગેરે પદ પર રહી ચૂકયા છે. ર૦૦૩ ની બેંચના એ.એસ.કેડરના અને મૂળ વીરમગામ પાસેના વરમોર ગામના વતની છે. મો.૯૬ર૪૭ ૪૪૮૮૭ ગાંધીનગર

(10:24 am IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST