Gujarati News

Gujarati News

News of Wednesday, 9th June 2021

અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાનો જન્મદિનઃ વૃક્ષારોપણ

અમરેલી: તાલુકાના દેવરાજીયા ગામના વતની અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઇ વેકરીયાનો આજે જન્મદિને તેઅો યુવા વયે નેતૃત્વની પરિભાષને સાકાર કરી બતાવી છે અને જિલ્લામાં લોકકાર્યો થકી લોકચાહના મેળવી છે. નામાં નાના કાર્યકર્તાને સાથે રાખીને કેડી કંડારનારાયુવા નેતા તેમના જન્મદિવસે જિલ્લામાં વૃક્ષારોપણ ફુડ પેકેટ વિતરણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃતિઅોનું આયોજન કાર્યકર્તાઅો દ્વારા કરવામાં આવ્યું છે. કૌશિકભાઇ જીવનસફરના ૩પ વર્ષ પુર્ણ કરી ૩૬માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. તમેનો મો.૯૪ર૬૪ ૪ર૭૦૩ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:52 pm IST)
  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST