Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

વાદલડી વરસી રે, શુભેચ્‍છાના સરોવર છલી વળ્‍યા..

જીવનના સ્વર્ણિમ જયંતી વર્ષના દ્વારે તેજસ ભટ્ટીના ટકોરા

રાજકોટ : શ્રી વજુભાઇ વાળા (પૂર્વ રાજ્‍યપાલ)ના અંગત મદદનીશ તરીકે અણનમ ૨૫ વર્ષની સફર અને સરકારી કાર્યોના અનુભવનું ભાથુ લઇ સમગ્ર રાજકોટ તેમજ સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં પોતાના કાર્યક્ષેત્રમાં સદાયે સૌની સાથે હળીમળીને અગ્રેસર રહી સતત કાર્યરત રહેવાની કુશળતા ધરાવતા અને બાળપણથી જ આર.એસ.એસ. સંઘમાં સંસ્‍કારોથી સતત સિંચિત થઇને વિવિધ જવાબદારી નિભાવતા શ્રી તેજસ ભટ્ટીનો આજે જન્‍મદિન છે.

શૈક્ષણિક સંસ્‍થાઓ-સામાજિક તથા સાંસ્‍કૃતિક સંસ્‍થાઓ સરકારી કાર્યો અને રાજકીય સમન્‍વયના સારથી એવા શ્રી તેજસ ભટ્ટીના અંગત મિત્રો- માર્ગદર્શકો સાથે ઘનિષ્‍ઠતા જાળવી રાખવાની અનેરી સુઝબુઝ દ્વારા સરકાર હોય કે સંગઠન દરેક ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્‍ત કરેલ છે. તેમાં પૂર્વ હોમગાર્ડ કમાન્‍ડર શ્રી પ્રવિણસિંહ રાઠોડ, ડો.સંજીવભાઇ ઓઝા, પ્રોફેસર નવિનભાઇ શેઠ, પ્રોફેસર પુષ્‍પાબેન શર્મા,  પ્રોફેસર શિરિષભાઇ કુલકર્ણી, શ્રી નરેન્‍દ્રભાઇ દવે સહિતના વડીલોની હુંફ અને સહયોગ મળ્‍યો છે. તેવા શ્રી તેજસભાઇ ભટ્ટીનો આજે ૫  ઓગષ્‍ટે ૫૦માં વર્ષમાં પ્રવેશ્‍યા છે. તેમને જન્‍મદિવસે મોબાઇલ નંબર ૯૮૨૪૧ ૧૬૪૧૪ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(12:23 pm IST)