Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

કેસરિયો રંગ, જનસેવાનો સંગ : કાલે ગોવિંદભાઇ પટેલનો જન્‍મદિન

રાજકોટ દક્ષિણના ધારાસભ્‍યને ૭૪મું બેસશે

રાજકોટ : સર્વના સર્વકાલીન સાથી તરીકે જાણીતા ભાજપના ધારાસભ્‍યશ્રી ગોવિંદભાઇ ઉકાભાઇ પટેલનો જન્‍મ તા. ૭ ઓગષ્ટ ૧૯૪૯ના દિવસે થયેલ. કાલે સાદગીપૂર્ણ જીવનના ૭૪માં પ્રવેશ નિમિતે શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે.

શ્રી ગોવિંદભાઇ દાયકાઓથી જાહેર જીવનમાં છે. ભૂતકાળમાં રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ, ડેપ્‍યુટી મેયર, ગ્રામ વિકાસ નિગમના ચેરમેન, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તેમજ રાજયના કૃષિ, નાગરિક પુરવઠા, વન અને પર્યાવરણ વગેરે વિભાગોના રાજય કક્ષાના પ્રધાન તરીકે રહી ચૂકયા છે. સતત ત્રીજી વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયા છે.

મો. ૯૮૨૪૪ ૫૧૫૫૬, રાજકોટ

(11:41 am IST)