Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

સાવરકુંડલાના પત્રકાર દીપકભાઈ પાંધીનો આજે જન્મદિન

સાવરકુંડલાઃ પત્રકારીત્વ ક્ષેત્રે સેવા આપતા પત્રકાર દીપકભાઈ પાંધીનો આજે જન્મ દિવસ છે.

જીવનયાત્રાના ત્રેપન વર્ષ પુરા કરી ચોપનમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. કોમર્સ ગ્રેજ્યુએટ દીપકભાઈ સમાજના તમામ ક્ષેત્રના આગેવાનો, કાર્યકર મિત્રો, સંસ્થાઓ સાથે વ્યાપક સંપર્ક ધરાવે છે. ૧૯૮૫ની સાલથી પિતાના પગલે સમાજને તટસ્થ માહિતી આપવા પત્રકારીત્વની સેવા સ્વીકારી છે. તલસ્પર્શી સમાચારો મેળવી ઝડપથી વાંચકો સુધી પહોંચાડવા, ખોટુ કરનારાને સહકાર આપવો નહીં, લાયકાત કે યોગ્યતા વગર કોઈને ખોટી પ્રસિદ્ધિ આપવી નહીં અને લાયક સેવાકીય સંસ્થા, કાર્યકરો, સામાજીક આગેવાનોની સેવા પ્રવૃત્તિને સમાજ સમક્ષ રજૂ કરવાનો પત્રકારીત્વનો સિદ્ધાંત સ્વીકારી પત્રકારીત્વ ક્ષેત્રે સમાજમાં અદકેરૂ સ્થાન હાંસલ કરેલ છે. તેમના જન્મદિને મિત્રો, સ્નેહીજનો, રાજકીય-સામાજીક આગેવાનો, સાથી પત્રકાર મિત્રો તરફથી તેમના મો. ૯૩૭૭૪ ૪૬૯૫૦ ઉપર શુભેચ્છાઓ વરસાવી રહ્યા છે.

(12:46 pm IST)