Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

પૂર્વ રાજયમંત્રી બાવકુભાઇ ઉંઘાડનો આજે જન્મદિવસ

રાજકોટ તા. ૧૦ :.. રાજયના પૂર્વ મંત્રી  અને પૂર્વ ધારાસભ્ય તથા ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉંઘાડનો આજે જન્મ દિવસ છે.

તેઓનો જન્મ તા. ૧૦-પ-૧૯પ૮ ના અમરેલી જીલ્લાના વડિયામાં થયો હતો.

પ્રારંભથી જ રાજકીય અને સામાજીક ક્ષેત્રે કંઇક કરી છૂટવાની બાવકુભાઇ ઉંઘાડને ભાવના હતી. અને તેની રાજકીય ક્ષેત્રે ઝંપલાવીને રાજયનાં પેટ્રોકેમીકલ્સ (સ્વતંત્ર હવાલો), બંદર (પોર્ટ) અને રમત-ગમત તથા યુવા સાંસ્કૃતિક પ્રવૃતિનાં મંત્રી તરીકે ખૂબ જ સુંદર કામગીરી કરી હતી.

બાવકુભાઇ ઉંઘાડે  બી.એ. (પોલીટીકલ સાયન્સ)નો અભ્યાસ કર્યા બાદ ૧૯૮૬ થી ૧૯૯૧ -વિશ્વ હિંદુ પરિષદ, કિશાન સંઘ, આરએસએસ અને ભાજપમાં સક્રિય ભૂમિકા, ૧૯૯૧ થી ૧૯૯પ વડીયા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ, ૧૯૯પ થી ૧૯૯૬ જીલ્લા પંચાયત સભ્ય, ૧૯૯૭ થી ૧૯૯૮ જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન, ૧૯૯૮ જીલ્લા ભાજપ કોષાધ્યક્ષ., ૧૯૯૮ થી સતત પાંચ વખત ધારાસભ્ય, ર૦૦૦ પ્રદેશ ભાજપ કિશાન મોરચાના પ્રમુખ અને ર૦૧૩ ગુજરાત વિધાનસભામાં જાહેર હિસાબ સમિતિ (પીએસી) ના ચેરમેન. તરીકે સેવા આપી ચૂકયા છે.

વાંચન- વન પરિભ્રમણ અને સામાજીક સેવા સાથે ખેતી, વેપાર અને બાંધકામ સાથે સંકળાયેલા બાવકુભાઇને વાંચન, વન પરિભ્રમણ અને પ્રવાસનો શોખ છે અને ૧૯ દેશોનો પ્રવાસ કરેલો છે.  બાવકુભાઇ ઉંઘાડ ભ્રષ્ટાચાર મુકત શાસનના ધ્યેય સાથે કામગીરી કરી રહ્યા છે. લોકપ્રશ્નો માટે તેઓ સતત સક્રિય રહ્યા છે. બાવકુભાઇ ઉંઘાડના જન્મદિન નિમિતે આજે (મો. ૯૭ર૩૭ ૧૭ર૧૦) ઉપર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે.

(11:44 am IST)