Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજકોટના લોકપ્રિય એડીશ્નલ કલેકટર પરિમલ પંડયાનો હેપી બર્થ ડેઃ સ્ટાફ સહિત તમામ દ્વારા શુભેચ્છાનો વરસાદ

રાજકોટઃ રાજકોટના લોકપ્રિય એડીશ્નલ કલેકટર અને તવંગરથી માંડી ગરીબ વ્યકિતના કામો કરનાર, કોરોનાના આ કપરાકાળમાં દરરોજ સવારે ૧૧થી રાત્રે ૧ાા થી ૨ વાગ્યા સુધી ફરજ ઉપર હાજર રહેનાર શ્રી પરિમલ પંડયાએ આજે ૫૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. પોતાની પર વર્ષની કારકિર્દીમાં તેઓએ અત્યંત મહેનત અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી ફરજકાળને ચાર ચાંદ લગાવી દીધા છે.

૧૯૯૩ની બેચના આ જીએએસ અધિકારી તરીકે ડાયરેકટ ડેપ્યુટી કલેકટર તરીકે ભરતી થયેલ. બે વર્ષ પ્રોબેશ્નર ડે. કલેકટર તરીકે રાજકોટ ખાતે જ ફરજ બજાવી હતી. આ પછી ભાવનગર, અમદાવાદ, પાટણ, અમરેલી, કપડવંજ ફરજ બજાવેલ, ત્યાંથી પાટણ ખાતે ડીઆરડીએ ડાયરેકટર તરીકે ફરજ બજાવી હતી. તેમને ૨૦૧૫માં ભારત સરકારે ખાસ પસંદગી કરી ફિલીપાઈન્સ - આઈએએમ ખાતે માસ્ટર ઓફ ડેવલપમેન્ટના કોર્સમાં મોકલેલ અને એ જ વર્ષમાં અધિક કલેકટર તરીકે પ્રમોશન મેળવ્યું, ત્યાર બાદ ગીર સોમનાથ, રૂડા અને હાલ રાજકોટ કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તેમને જન્મદિન સંદર્ભે કલેકટર, તમામ ડે. કલેકટરો, મામલતદાર સ્ટાફે પુષ્પગુચ્છ આપી શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો હતો. (મો. ૯૯૭૮૪ ૦૫૨૧૮)

(4:12 pm IST)