Gujarati News

Gujarati News

News of Wednesday, 24th April 2024

ખોડલધામ સહિત અનેક સંસ્‍થાઓ સાથે સંકળાયેલા હાર્દીક સોરઠીયાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૨૪ : અનેક સંસ્‍થાઓ સાથે જોડાયેલા યુવા અગ્રણી હાર્દીક સોરઠીયાનો આજે જન્‍મ દિવસ છે. સચિન તેંડુલકરને તે રોલ મોડેલ માને છે. તેમની સાથે પત્ર વ્‍યવહાર કરે છે અને મુંબઇ પ્રત્‍યક્ષ મુલાકાત પણ કરી છે. ઇન્‍ડિયા બુક ઓફ રેકોર્ડમાં રાજયપાલના હસ્‍તે યંગેસ્‍ટ અચીવર એવોર્ડ મેળવનાર હાર્દીક સોરઠીયાએ એમ.બી.એ. સુધીનો અભ્‍યાસ કર્યો છે. લેખનનો શોખ હોય અખબાર જગત સાથે પણ સંકળાયેલા છે. બેચલર ઇન જર્નાલીઝમનો અભ્‍યાસ પણ કર્યો છે. સરદાર પટેલના વકતવ્‍યમાં ગુજરાતમાં તૃતીય ક્રમ મેળવી મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે એવોર્ડ મેળવ્‍યો હતો. હાલ ખોડલધામ મંદિર સાથે જોડાઇને પુરતો સમય ફાળવી રહ્યા છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૯૦૩૩૫ ૦૭૯૩૧ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(2:39 pm IST)