Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ડુમીયાણીના પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવરના જન્મદિને સર્વરોગ નિદાન કેમ્પ

ધોરાજી, તા. ૧૪ :. ડુમિયાણીના વ્રજભૂમી આશ્રમ શૈક્ષણિક સંકુલના મેનેજીંગ ટ્રસ્ટી પૂર્વ સાંસદ બળવંતભાઈ મણવરના ૭૯માં જન્મ દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે.

ડુમિયાણીના પીપલ્સ વેલ્ફેર સોસાયટીના મેનેજીંગ ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ, પૂર્વ મંત્રી બળવંતભાઈ મણવરના ૭૯માં જન્મ દિવસે તા. ૧૭ના રવિવારે સવારે ૯ થી ૧૨ વ્રજભૂમી આશ્રમ ડુમિયાણી ખાતે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દર્દીઓને સારવાર સાથે દવા પંચકર્મ ટ્રીટમેન્ટ ઓપરેશન વિગેરે જુદા જુદા નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક કરી આપવામાં આવશે.

પેટના રોગો, સાંધાના રોગો, શ્વસનતંત્રના રોગો, યુરીનના રોગો, મળમાર્ગ રોગો, માથાના રોગો, માનસિક રોગ, સ્ત્રીજન્ય રોગો સહિતના રોગોની નિદાન સારવાર કેમ્પમા થશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના ટ્રસ્ટી સવિતાબેન મણવરના માર્ગદર્શન નીચે આ સંકુલના પ્રોફેસરો, શિક્ષકો સહિતનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:31 pm IST)