Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ધીરૂભાઇ ગજેરાનો જન્મદિન, સુરતમાં સેવામય ઉજવણી

રાજકોટ : સુરતના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય અને જાહેર જીવનના જાણીતા  અગ્રણીશ્રી ધીરૂભાઇ ગજેરાનો આજે ૧૪ ઓકટોબરે જન્મદિન છે. તેમના ૬૯માં વર્ષમાં પ્રવેશ નિમિતે તેમના પર શુભેચ્છા વરસી રહી છે. તેઓ કૃષિ, ઉદ્યોગ, રાજકારણ, સમાજ સેવા વગેરેમાં દીર્ધ અનુભવી છે. આજે તેમના જન્મદિન નિમિતે સુરતના કતારગામ કોમ્યુનિટી હોલમાં ટોચના મહાનુભાવોની હાજરીમાં સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી રકતદાન શિબિર યોજાયેલ છે.
મો. ૯૮૨૪૦ ૪૭૪૨૨ સુરત


 

(12:06 pm IST)