Gujarati News

Gujarati News

News of Thursday, 21st October 2021

વ્યકિત એક, વિશેષતા અનેકઃ કોંગી અગ્રણી દિનેશ ડાંગરનો જન્મદિન

રાજકોટ, તા. ૨૧ :. ગુજરાત ઘેટા અને ઊન વિકાસ નિગમના પૂ ર્વ અધ્યક્ષ તેમજ પ્રદેશ કોંગ્રેસના પૂર્વ મંત્રી એવા સિનિયર આગેવાન દિનેશભાઈ ડાંગરનો આજે તા. ૨૧ના જન્મ દિવસ છે. યશસ્વી જીવનના ૭૧માં વર્ષમાં પ્રવેશી રહેલા દિનેશભાઈ રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકે તેમજ ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ તરીકે પણ રહી ચૂકયા છે.

કોંગ્રેસ પક્ષમાં પંચાયતો, પાલિકા તથા લોકસભાની ચૂંટણીમાં પ્રભારી તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી ચૂકયા છે. જીવનમાં ગાંધીજીના આદર્શોને અનુસરે છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઓબીસી ડીપાર્ટમેન્ટના ઈન્ચાર્જ તરીકે પણ ઉત્તમ કામગીરી બજાવી ચૂકયા છે. ધારાસભ્ય અને લોકસભાના ઈન્ચાર્જ તરીકે પણ નોંધનીય સેવાઓ તેમણે આપેલી. હાલ અમરેલી જિલ્લા પ્રભારી તરીકે યોગદાન છે. પક્ષની સંગઠન શકિતને વધારવા તન, મન, ધનથી સમર્પિત દિનેશભાઈ ડાંગરના જન્મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્છાઓ વર્ષી રહી છે.

મો. ૯૯૨૫૦ ૯૯૪૫૦ - રાજકોટ

(11:35 am IST)