Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

રાજકોટ સમસ્‍ત બ્રહ્મસમાજના પ્રમુખ દર્શીત જાનીનો જન્‍મદિન

વિદ્યાર્થી ઉત્‍કર્ષ માટે સતત પ્રયત્‍નશીલ.: હર રાહ આસાન હો...હર રાહ પે ખુશીયા હો...હર દિન ખુબસુરત હો...હર દિન શુભકામના હો.. એસા મંગલ તુમ્‍હારા હર જન્‍મદિન હો..

રાજકોટ,તા.૨૦ : બ્રહ્મસમાજ અને શૈક્ષણિક ક્ષેત્રે માનભેર સ્‍થાન ધરાવતા દર્શીતભાઇ જાની આજે તેના પ્રગતિશીલ જીવનના ૫૦ વર્ષમાં મંગલ પ્રવેશ કર્યોં છે.

 આજે ૨૦ એપ્રિલના શ્રી સમસ્‍ત બ્રહ્મસમાજ, રાજકોટના પ્રમુખ  દર્શીતભાઈ જાનીને ૪૯માં જન્‍મદિનની શુભેચ્‍છકો દ્વારા હૃદયપૂર્વક હાર્દિક શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

અખિલ ગુજરાત રાજ્‍ય શાળા સંચાલક મહામંડળના સૌરાષ્‍ટ્ર ઝોનના પૂર્વ ચેરમેન,   મુરલીધર શૈક્ષણિક સંકુલ, ઇનોવેટિવ સ્‍કૂલ, ઇનોવેટિવ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલના ટ્રસ્‍ટી, બ્રાહ્મણ ર્બોડિંગના ટ્રસ્‍ટી, ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મસમાજ ના મેનેજિંગ ટ્રસ્‍ટી, બ્રહ્મ સોશિયલ કલબના ચેરમેન, તથા અનેક સામાજિક અને શૈક્ષણિક સંકુલના માર્ગદર્શક તથા હકારાત્‍મક અભિગમ તેમજ ત્‍વરિત નિર્ણયશક્‍તિ ધરાવતા દર્શીતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ સમસ્‍ત બ્રહ્મસમાજ, રાજકોટ છેલ્લા ૫ વર્ષથી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી જ્ઞાન સંકલ્‍પ યોજના, બહેનો માટે નવરાત્રી મહોત્‍સવ, યુવાનો માટે ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન, વડીલો માટે શિવરાત્રિ, બળેવનું આયોજન, પરિવાર માટે સ્‍નેહમિલન, વિદ્યાર્થીઓ માટે પારિતોષિક વિતરણ કાર્યક્રમ, જરૂરિયાત મંદ પરિવાર માટે પ્રતિવર્ષ રાશનકીટનું વિતરણ જેવા અનેક સેવાકીય અને જ્ઞાતિને સંગઠિત કરતા કાર્યક્રમો તેમના નેતૃત્‍વમાં યોજાયા છે. બ્રહ્મસમાજની  પ્રતિભાને જન્‍મદિવસની શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(2:29 pm IST)