Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

વાંકાનેરનાં લોકપ્રિય ડીવાયએસપી સમીર સારડાનો આજે જન્‍મદિવસઃ અમીવર્ષા અવિરત

દેવભૂમિ દ્વારકાનાં સફળ સુરક્ષા સુકાની, ઐતિહાસિક સાફસુફીમાં અગ્રેસર રહેલ.

રાજકોટ તા.૨૫: આજે વાંકાનેર પંથકના વિભાગીય વડા અને લોકપ્રિય ડીવાયએસપી સમીર સારડાનો જન્‍મ દિવસ હોવાથી તેમના પર મોડી રાતથી જ કાળઝાળ ગરમી વચ્‍ચે અમી વર્ષા અવિરત ચાલુ છે.(મો.૯૮૨૫૦ ૭૬૨૭૭). યશસ્‍વી કારકિર્દી ધરાવતા આ અધિકારીની કાર્યદક્ષતા તથા મિલનસાર સ્‍વભાવ ધ્‍યાને રાખી તેમને જામનગર પંથકના તેમના વિશાળ અનુભવ આધારે દેવભૂમિ દ્વારકાનાં સુરક્ષા ચક્રની વિશેષ વ્‍યવસ્‍થા રાજ્‍ય સરકારે સુપ્રત કરેલ. બેટ દ્વારકા પંથકમાં વડાપ્રધાને જેની જાહેર નોંધ લીધી તેવી ઐતિહાસિક સાફસૂફી કરવાના કાર્યમાં રાજકોટ રેન્‍જ આઇજી અશોક કુમાર યાદવ અને  દ્વારકા એસપી નિતેશ પાંડેનાં નેતળત્‍વ હેઠળ થયેલ કાર્યવાહીમાં ડીવાએસપી સમીર સારડાની ભૂમિકા ખૂબ સરાહનીય રહેલ કોરોનાં કાળ દરમિયાન લોકોની અને સિનિયર સીટીઝનની મદદ માટે વિશેષ ટીમ દ્વારકા એસપી દ્વારા કાર્યરત થયેલ તેમાં જિલ્લાના અન્‍ય અઘિકારીઓ સાથે સમીર સારડા દ્વારા કાબિલેદાદ કામગીરી થયેલ, દ્વારકા પંથકના લોકો આજે પણ યાદ કરે છે

(11:53 am IST)