Gujarati News

Gujarati News

News of Tuesday, 7th September 2021

સ્ટેન્ડિંગ ચેરમેન ચડાવે બાણ, જનસેવા એ જ કલ્યાણ

વિકાસ રથના સારથિ, કોર્પોરેશનના મહારથી પુષ્કર પટેલનો જન્મદિન

રાજકોટ : કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન અને કોર્પોરેટર પુષ્કરભાઇ હરીભાઇ પટેલનો જન્મ તા. ૭ સપ્ટેમ્બર ૧૯૭૫ના દિવસે ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં થયો હતો. તેઓએ આજે યશસ્વી જીવનના ૪૭માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સૌના સાથ, સૌના વિકાસમાં માનતા પુષ્કરભાઇ ત્રણ ટર્મથી કોર્પોરેટર છે. કોર્પોરેશનમાં સમાજ કલ્યાણ સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેન રહ્યા છે. ૧૮ વર્ષથી ભાજપમાં સક્રિય રીતે કાર્યરત છે. પુષ્કરભાઇ પટેલ ઉદ્યોગ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલ છે. કલબ યુવી, પટેલ સમાજ સેવા ટ્રસ્ટ તથા સમીર ડઢાણીયા મેમોરીયલ ટ્રસ્ટ સહિતના વિવિધ સંસ્થા સાથે જોડાયેલ છે આગેવાનો, કોર્પોરેટરો, કાર્યકર્તા, મીત્રો, શુભેચ્છકો દ્વારા તેમના (મો. ૯૮૭૯૩ ૭૭૭૭૭) ઉપર ચોમેરથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

(11:32 am IST)