Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અનુષ્‍કા ૩ ફિલ્‍મો દ્વારા કરશે બોલિવૂડમાં કમબેક

દીકરી વામિકાને જન્‍મ આપ્‍યા પછી અનુષ્‍કા શર્મા હવે ટૂંક સમયમાં જ ફિલ્‍મોમાં ધમાકેદાર કમબેક માટે તૈયાર છે

મુંબઇ,તા. ૧: શાહરુખ ખાન સાથે ફિલ્‍મ ‘રબ ને બના જી જોડી' દ્વારા બોલિવૂડમાં એન્‍ટ્રી કરનારી અભિનેત્રી અનુષ્‍કા શર્મા ટૂંક સમયમાં કમબેક કરવાની છે. ઉલ્લેખનીય છે કે અનુષ્‍કા શર્મા જે ત્રણ ફિલ્‍મોમાં દેખાવાની છે, તેમાંથી બે ફિલ્‍મો સિનેમાહોલમાં રિલીઝ કરવામાં આવશે તો એક ફિલ્‍મ ઓટીટી પ્‍લેટફોર્મ પર સ્‍ટ્રીમ થશે.
આ વર્ષે ૧૧ જાન્‍યુઆરીના દીકરી વામિકાને જન્‍મ આપનારી અનુષ્‍કા શર્માના મા બન્‍યા પછી હવે તે ૧૩ વર્ષના પોતાના એક્‍ટિંગ કરિઅરમાં ફરી કમબેક કરશે તેવી અટકળો લગાડવામાં આવી રહી છે.
પણ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ‘અનુષ્‍કા એક નહીં પણ ત્રણ ફિલ્‍મોમાં જોવા મળશે. સિનેમાહોલમાં રિલીઝ થનારી બે ફિલ્‍મો સિવાય જે ફિલ્‍મ સીધી ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે, તે ખૂબ જ મોટા સ્‍તરે બનાવવામાં આવશે.
સૂત્રે આગળ કહ્યું કે અનુષ્‍કા હંમેશાંથી જ નક્કી કરી રાખ્‍યું હતું કે લગ્ન કર્યા અને માતા બન્‍યા પછી પણ તે એક્‍ટિંગ કરિઅર પર ફોકસ કરવા માગે છે અને એવામાં તે અલગ પ્રકારની ફિલ્‍મોની સાથે સાથે મનોરંજક ફિલ્‍મોમાં પણ કામ કરવા માટે ઉત્‍સુક છે.
સૂત્રએ જણાવ્‍યું કે આ બધી ફિલ્‍મોની જાહેરાત વર્ષ ૨૦૨૨માં ઓફિશિયલી કરવામાં આવસે અને ત્‍યારે ફિલ્‍મની રિલીઝની તારીખ પણ સામે આવશે. સૂત્રોએ જણાવ્‍યું કે અનુષ્‍કા ત્રણેય ફિલ્‍મોમાં અભિનય કરવાને લઈને ખૂબ જ ઉત્‍સુક છે.
ઉલ્લેખનીય છે કે અનુષ્‍કા પહેલા જ એક ઇન્‍ટરવ્‍યૂમાં કહી ચૂકી છે કે છેલ્લા સમય સુધી એક્‍ટિંગ કરવા માગે છે કેમ કે તેને એક્‍ટિંગ પ્રત્‍યે ખૂબ જ પ્રેમ છે. જણાવવાનું કે મા બનવાના ચાર મહિના પછી જ અનુષ્‍કા કામમાં ફરી વ્‍યસ્‍ત થઈ ગઈ હતી.

 

(10:42 am IST)