Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

શેમારૂમી પર નિહાળો ગુજરાતી સસ્પેન્સ થ્રિલર વેબસિરીઝ ‘બેનકાબ’

(કેતન ખત્રી), અમદાવાદઃ અત્યાર સુધી તમે બોલીવુડમાં ઘણી સસ્પેન્સ થ્રિલર જોઈ હશે. પરંતુ હવે શેમારૂમી પર તમે શાનદાર સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર માણી શક્શો.  ‘બેનકાબ’ની વાર્તા એક મહિલા પત્રકારની હત્યા અને તેની આસપાસ બનતી ઘટનાઓની છે. મહિલા પત્રકારના ખૂનીની શોધ દરમિયાન તપાસના તાર એક જાણીતા પત્રકાર, તેના પુત્ર અને રાજકીય નેતા સુધી પહોંચે છે, તેમાંથી અસલી ખૂની કોણ છે, કોણે મહિલા પત્રકાર નું ખૂન કર્યું છે, તે તો આ વેબસિરીઝમાં જ  ‘બેનકાબ’ થતું જોવા મળશે.આ વેબસિરીઝમાં જાણીતા ગુજરાતી કલાકારો નિમેષ દિલીપરાય, ડો. અમી ત્રિવેદી વોરા, તનાઝ ઈરાની, કુલદીપ ગોર, પૂજા જોશી જોવા મળશે. કલાકાર કુલદીપ ગોરનું કહેવું છે કે ગુજરાતી દર્શકોને ‘બેનકાબ’ છેલ્લા એપિસોડ સુધી જકડી રાખશે. પોતાના પાત્ર વિષે વાત કરતા કહે છે કે આ વેબ સિરીઝ માં ધ્રુવ નામના એક યુવાન મહત્વાકાંક્ષી ઉંભરતા પત્રકાર નું પાત્ર ભજવે છે. જે એક છોકરી ને ખુબ પ્રેમ કરે છે. તેમના પિતાની બહુ મોટી ન્યુઝ ચેનલ છે . તે પોતાના કામ પ્રત્યે પોતાના પ્રેમ પ્રત્યે બહુ જ ઝનૂની હોવાનું જણાવેલ.(૩૦.૪)

 

(11:20 am IST)