Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ઓમીક્રોનના સંકટ વચ્ચે ‘પુષ્પા’ની ધમાકેદાર કમાણી

ફિલમ બોકસ ઓફિસ પર ધુમ મચાવી રહી છેઃ અલ્લુ અર્જુનની એકટીંગ છવાય

નવી દિલ્હી, તા.૧: બોકસ ઓફિસ પર છેલ્લા ૨ સપ્તાહથી સાઉંથ સુપર સ્ટાર અલ્લુ અર્જુનની એકશન એન્ટરટેનર પુષ્પા-ધ રાઇઝની ધૂમ મચેલી છે. એક બાજુ જયાં ફિલ્મ ૮૩ને સિનેમા હોલમાં દર્શક મળી રહ્યા નથી. બીજી બાજુ તે જાણીને આશ્ચર્ય થશે કે ત્રીજા સપ્તાહમાં પુષ્પાનું હિન્દી વર્જનમાં સ્ક્રીન કાઉંન્ટ વધ્યું છે. પ્રથમ સપ્તાહમાં ૧૪૦૧ સ્ક્રીન્સ પર લાગેલી પુષ્પા ત્રીજા સપ્તાહમાં ૧૬૦૦ સ્ક્રીન્સ પર લાગેલી છે. તેને જોઇને તમે ખુદ જ અલ્લુ અર્જુનની ફિલ્મની સફળતાનો અંદાજ લગાવી શકાય છે.
મીવી વીકેન્ડ અને વીકડેજ બંનેમાં ટ્રેન્ડ કરી રહ્યા છે. ફિલ્મ હિંદી વર્જનમાં ૪૭ કરોડની કમાણી કરી લીધી છે. ટુંક સમયમાં મૂળી ૫૦ કરોડ કલબમાં સામેલ થશે. હિંદી બેલ્ટમાં પુષ્પાની આ ધમાકેદાર કમાણીએ દરેકને સરપ્રાઇઝ કર્યા છે. જેને હજુ સુધી ફિલ્મ નથી જોઇ તેના મનમાં એ સવાલ ઉંઠી રહ્યા છે કે પુષ્પામાં એવું ખાસ શું છે? અમે અમારા રીપોર્ટમાં તમને જણાવશો કે અલ્લુ અર્જુનની મૂવીમાં એવું શું છે જે બોકસ ઓફિસ પર તેને ધુમ મચાવી રાખી છે.
પુષ્પા ફિલ્મની કહાની લાલ ચંદનની સ્મગલિંગની આજુબાજુમાં ફરે છે. અલ્લુઅર્જુન પુષ્પાના રોલ પ્લે કરી રહ્યા છે. જે એક લોરી ડ્રાઇવર છે. અને ચંદનનો સ્મગલર પણ તે એક મજેદાર કેરેકટર છે. જેના અનેક રોડસ છે પુષ્પા ફિલ્મ છે. પુષ્પાની શુટિંગ રાજમુંદરીના પાસે મારેહુમિલીના જંગલોમાં થઇ છે શુટિંગ લોકેશન ખુબ જ સુંદર છે.
ફિલ્મનો સૌથી મોટો હાઇલાઇટ છે. અલ્લુઅર્જુન, અલ્લુનો લુક, તેનો સ્વેગ, તેની ડાયલોગ ડિલીવરી બધુ જ દમદાર છે. અલ્લુ કેરેકટર પુષ્પા ચિતૂર બોલીમાં બોલે છે તેમાં મહારત પ્રાપ્ત કરવા માટે એકટરે ૩-૪ રોજના ૪-૫ કલાક ડાયલોગ ડીલીવરીની પ્રેકટીસ કરી મેકઅપને પહેરવામાં બે કલાક અને તેને હટાવવામાં ૪૫ મિનિટનો સમય લાગેલો હતો. ફિલ્મમાં અલ્લુનો શાનદાર ડાંસ, એકશન અને ડી-ગ્લેમ અપીલે તેના લુકને વધુ ખાસ બનાવ્યો છે.
અલ્લુ અર્જુન, ડાયરેકટર સુકુમાર અને મ્યુઝિક કંપોઝર દેવી શ્રી પ્રસાદ (ડીએસપી) ની સાથે આ ત્રીજી ફિલ્મ છે. ત્રણેયનું કોમ્બીનેશન જયારે - જયારે સાથે આવ્યા છે. બોકસઓફીસ પર ધમાલ મચાવ્યો છે. આ જોડી એ પુષ્પાથી પહેલા આર્યા અને આર્યા ૨માં સાથે કામ કર્યુ. બંનેની ફિલ્મ સુપરહિટ રહી છે.

 

(1:00 pm IST)