Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

અભિનેત્રી વિદ્યાબાલનનો આજે જન્‍મદિનઃ પોતાના શરીરને નફરત કરનાર આ અભિનેત્રના નસીબ ‘‘ધ ડર્ટી પિકચર'' ફિલ્‍મના કારણે ખુલ્લી ગયા

બેસ્‍ટ અભિનેત્રી માટેનો નેશનલ એવોર્ડ પણ મળ્‍યો'તો

બોલિવુડમાં હિટ ફિલ્મો આપનાર વિદ્યા બાલનનો આજે જન્મદિવસ છે. વિદ્યાનો જન્મ 1 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં થયો હતો. સાતમા ધોરણમાં ભણતી વખતે જ્યારે વિદ્યા બાલને માધુરી દીક્ષિતને ફિલ્મ 'તેઝાબ'માં ડાન્સ કરતી જોઈ ત્યારે તેણે અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું. વિદ્યાએ 16 વર્ષની ઉંમરે એકતા કપૂરની ટીવી સિરિયલ હમ પાંચથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી પરંતુ વિદ્યા તેની કરિયર ફિલ્મોમાં બનાવવા માંગતી હતી. મલયાલમ અને તમિલ ફિલ્મોમાં ઘણા પ્રયત્નો કર્યા પછી પણ તે નિષ્ફળ રહી હતી.

મોહનલાલ સાથે પહેલી ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો
જ્યારે વિદ્યા બાલન શરૂઆતમાં ફિલ્મોમાં અભિનય કરવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે તેણે દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેતા મોહનલાલ સાથે મલયાલમ ફિલ્મમાં કામ કરવાની તક મળી. જો કે, આ ફિલ્મ કોઈ કારણસર અટકી ગઈ હતી અને આ માટે વિદ્યા બાલનને જવાબદાર ઠેરવવામાં આવી હતી અને વિદ્યાને અભાગી કહેવામાં આવી હતી.

વિદ્યા બાલનની જિંદગીમાં એક સમય એવો પણ આવ્યો કે તે તેના શરીરને ખૂબ જ નફરત કરતી હતી. વાસ્તવમાં વિદ્યા બાલન તેના શરીર માટે એટલી ટ્રોલ થઈ હતી કે તે તેના શરીરને નફરત કરવા લાગી હતી. વિદ્યાએ કહ્યું હતું કે, મને મારી જાત પર શંકા થવા લાગી હતી. મેં મારા શરીર સાથે લાંબો સંઘર્ષ કર્યો છે. હું ખૂબ ગુસ્સે હતી અને મારા શરીરને પણ નફરત કરતી હતી. વિદ્યાએ કહ્યું કે વજન ઘટાડ્યા પછી પણ જીવનમાં ઘણા પ્રસંગોએ મને લાગ્યું કે કોઈએ મને સંપૂર્ણ રીતે સ્વીકાર્યું નથી અને તેથી કોઈ બીજાના દૃષ્ટિકોણથી મારી જાતને બદલવાની જરૂર નથી. વિદ્યા કહે છે કે લોકોના વિચારો માટે તે જવાબદાર નથી.

વિદ્યા બાલન ZeeTVના કોમેડી શો 'હમ પાંચ'માં રાધિકા માથુરની ભૂમિકામાં જોવા મળી હતી, પરંતુ તેને વધારે ઓળખ મળી ન હતી. આ દરમિયાન તેને 'પરિણીતા' ફિલ્મ મળી, ત્યારબાદ કિસ્મત બદલાઈ ગયું. 'હે બેબી' અને 'કિસ્મત કનેક્શન' ફિલ્મોમાં તેના વધેલા વજન અને વિદ્યાના આઉટફિટ માટે તેણીની ભારે ટીકા થઈ હતી. આનાથી વિદ્યા એટલી નિરાશ થઈ ગઈ કે તેણે ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય લીધો.

વર્ષ 2011માં આવેલી ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' માં વિદ્યાની કિસ્મત બદલી નાંખી. આ ફિલ્મ માટે તેણે બેસ્ટ અભિનેત્રી માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. તમને જણાવી દઈએ કે વિદ્યાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, 'ડર્ટી પિક્ચર'માં સિલ્ક સ્મિતાની ભૂમિકા નિભાવવી મારા મારે થોડી મુશ્કેલ હતી. અમારા બન્નેના વ્યક્તિત્વ એક બીજાથી બિલકુલ અલગ હતા.

વિદ્યા એ 2012માં ફિલ્મ પ્રોડ્યૂસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને મીડિયા રિપોર્ટસનું માનીએ તો આજે તે લગભગ 188 કરોડની માલિક છે. તમને જણાવી દઈએ કે 2020 સુધી વિદ્યા બાલનની કુલ સંપત્તિ 27 મિલિયન ડોલર આંકવામાં આવી હતી. તેની સાથે વિદ્યા બાલન દેશમાં ઘણા રિયલ એસ્ટેટ સંપત્તિઓની માલિક પણ છે.

(5:51 pm IST)